ગુજરાત

gujarat

ETV Bharat / city

રંગ અંધત્વને લીધે પોલીસ કોન્સ્ટેબલના પદ માટે ના પાડી શકાય નહીઃ હાઈકોર્ટ - Police constable

પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી દરમિયાન રંગ અંધત્વને લીધે પસંદગી ન પામનાર ઉમેદવારોએ દાખલ કરેલી રિટમાં હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, રંગ અંધત્વ શારીરિક કે મેડિકલ ખામી નથી, જેથી ઉમેદવારની પોલીસ કોન્સ્ટેબલ અથવા ખાતામાં વર્ગ-3ની પોસ્ટ પર નિમણૂક કરવાનો આદેશ કર્યો છે.

high-court
રંગ અંધત્વને લીધે પોલીસ કોન્સ્ટેબલના પદ માટે ના પાડી શકાય નહીઃ હાઈકોર્ટ

By

Published : Jul 15, 2020, 5:02 PM IST

અમદાવાદઃ પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી દરમિયાન રંગ અંધત્વને લીધે પસંદગી ન પામનાર ઉમેદવારોએ દાખલ કરેલી રિટમાં હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, રંગ અંધત્વ શારીરિક કે મેડિકલ ખામી નથી, જેથી ઉમેદવારની પોલીસ કોન્સ્ટેબલ અથવા ખાતામાં વર્ગ-3ની પોસ્ટ પર નિમણૂક કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે DGPને આદેશ કર્યો છે કે અરજદાર નિમેષ ચૌધરીની 8 સપ્તાહમાં નિમણૂક કરવામાં આવે, પોલીસ કોન્સ્ટેબલ પદ માટે કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોય તો વર્ગ -3 સમાન પગાર વાળી નોકરી આપવામાં આવે અને અરજદારને ભરતીના અન્ય લોકોની જ્યારે નિમણૂક થઈ ત્યારથી અત્યાર સુધીનો પગાર અને સિનિયોરિટી ગણવામાં આવે.

રંગ અંધત્વને લીધે પોલીસ કોન્સ્ટેબલના પદ માટે ના પાડી શકાય નહીઃ હાઈકોર્ટ

હાઇકોર્ટના જસ્ટિસે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે રંગ અંધત્વને લીધે ડિસ્ક્વોલિફીકેશન થઈ શકે નહી. કોર્ટે નોંધ્યું કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે આંખોનું વિઝન ક્લિયર હોવુ જરૂરી છે, જો કે અરજદારને ચશ્માની જરૂર નથી. અરજદારને રંગ અંધત્વની સમસ્યા છે, જે મેડીકલ ફિટનેસના નિયમોની વિરુદ્ધ નથી. હાઈકોર્ટે રાજ્યના પોલીસ વડાને ઉમેદવારમાં અન્ય કોઈ ખામી ન હોય તો 8 સપ્તાહમા નિમણુંક કરવાનો આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details