- ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ તેજીમાં
- ભવિષ્યનું ચલણ ક્રિપ્ટો કરન્સી
- ભારતમનાં લોકો તેમાં કરી રહ્યા છે રોકાણ
અમદાવાદ : આઈ.ટી.એક્સપર્ટ્સનું કહેવું છે કે, વૈશ્વિક બજારમાં લોકો ડોલર ઉપર નિર્ભર રહે છે. જેમાં અમુક દેશોનો દબદબો રહે છે. પરંતુ જૂની બાર્ટર સિસ્ટમમાં વિનિમય દર વિનિમય કરતા બે લોકોની અપેક્ષા પ્રમાણે નક્કી થતો. ક્રિપ્ટકરન્સી પણ આવી જ એક સ્વતંત્ર ફિલોસોફી ઉપર ટેકનિકલ નિષ્ણાતો દ્વારા બનાવાઈ છે. જે માટે ઈન્ટરનેટ પર માઇનિંગ પ્રોસેસ દ્વારા કરન્સી મેળવાય છે. અત્યારે બજારમાં બીટકોઈન, ઇથર, ડોજ જેવી કરન્સી ચલણમાં છે.
ચીનની મનાઈ
અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં ક્રિપ્ટો કરન્સી તરફ લોકો વળી રહ્યા છે. પરંતુ વિશ્વના મોટા અર્થતંત્ર એવા ચીન દ્વારા તેને માન્યતા આપવાનો ઇન્કાર કરાયો છે. ભારતમાં પણ તે અંગે વિચાર ચાલી રહ્યો છે. જો કે ક્રિપ્ટો કરન્સી રાખવા માટે ઓનલાઇન પોકેટ ઉપલબ્ધ કરાવતી કંપનીઓ પણ જૂજ માત્રામાં છે.
ક્રિપ્ટોનું ભવિષ્ય
ક્રિપ્ટો કરન્સીના ભવિષ્યને લઈને IT એક્સપર્ટ સકારાત્મક દેખાઈ રહ્યા છે. તેમનુ કહેવું છે કે, વર્તમાન કરન્સીની મુશ્કેલીઓ ક્રિપ્ટો કારન્સીથી દૂર થઇ શકશે.ઓનલાઈન ટ્રાન્ઝેકશન થતું હોવાથી ટેક્સ ચોરી પણ રોકી શકાશે. ફોરેન કરન્સીની જગ્યાએ ટ્રેડિંગ થવાથી ફોરેન કરન્સી ખરીદવી પડશે નહીં. તે કરન્સી સિસ્ટમને સ્વતંત્રતા આપશે.