અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા અને ચૈત્રી પૂનમે હનુમાનજીની જન્મજયંતીએ (Lord Hanuman Jayanti 2022) યોજાતી પવનપૂત્રની શોભાયાત્રા પ્રખ્યાત છે. આ બંને યાત્રાઓમાં અમદાવાદીઓ મોટા પાયે જોડાય છે. ઢોલનગારા, ભજન મંડળીઓ, અખાડા અને પુષ્પની વર્ષા સાથે આ યાત્રા નગરમાં ફરે છે. યાત્રા ભાવિક ભકતોમાં ભક્તિ અને પ્રસાદની વહેંચણી કરે છે.
અમદાવાદના પ્રખ્યાત કેમ્પના હનુમાન -અમદાવાદમાં આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર આવેલું છે. દર શનિવારે અને મંગળવારે અહીં ભાવિક ભક્તોની ભીડ ઉમટે છે. આમ, તો મંદિર ટ્રસ્ટ સ્વતંત્ર છે, પરંતુ કેન્ટોનમેન્ટ વિસ્તાર હોવાથી પ્રવેશની સમગ્ર પ્રક્રિયા આર્મી અંતર્ગત છે. સમગ્ર અમદાવાદમાં આ મંદિર પ્રત્યે મોટી આસ્થા છે. હનુમાન જયંતીના દિવસે (Lord Hanuman Jayanti 2022) અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અહીંથી ભવ્ય શોભાયાત્રા (Camp Hanuman Shobhayatra) નીકળે છે.
શોભાયાત્રાનો રૂટ -દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે કેમ્પના હનુમાન દાદા અમદાવાદના લોકોને દર્શન આપવા સ્વયં યાત્રાએ (Camp Hanuman Shobhayatra) નીકળે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે આ શોભાયાત્રા (Camp Hanuman Shobhayatra) યોજાઈ શકી નથી. ત્યારે આ વર્ષે હર્ષોલ્લાસપૂર્વક કેમ્પ હનુમાન મંદિરથી આ શોભાયાત્રા (Camp Hanuman Shobhayatra) નીકળી છે. મંદિરથી નીકળીને આ શોભાયાત્રા શાહીબાગ થઈને આશ્રમ રોડ પર આવે છે. ત્યાંથી વાડજ સર્કલથી વાસણા સુધી હનુમાનજીના પિતા વાયુદેવના મંદિરે આ શોભાયાત્રા પહોંચે છે, જ્યાં હનુમાનજીના પિતાના દર્શન બાદ આ યાત્રા નીજ મંદિરે પરત ફરે છે.