ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ઝડપાયું વિદેશી નાગરિકોને છેતરતું કોલ સેન્ટર

અમદાવાદ શહેરમાં હવે બોગસ કોલ સેન્ટર ચલાવનારા શખ્સોએ પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલી નાખી છે. જેમાં શહેરમાં ફરી એક વાર કોલ સેન્ટર તો ઝડપાયું પણ બે જ આરોપી સામે આવતા પોલીસ પણ માની રહી છે કે, પોલીસની રેડ અને લોકોની નજરમાં ન આવવા માટે આરોપીઓ નવી મોડ્સ ઓપરેન્ડીથી કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જેમાં માત્ર બેથી ચાર આરોપીઓ કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે.

Ahmedabad
Ahmedabad

By

Published : Aug 21, 2021, 3:34 PM IST

  • સાયબર ક્રાઇમે ઝડપ્યું બોગસ કોલ સેન્ટર
  • બે જ આરોપીઓ ઝડપાતા સામે આવી નવી મોડ્સ ઓપરેન્ડી
  • હવે ચાલે છે માત્ર બે કે ચાર સીટીંગના કોલ સેન્ટર

અમદાવાદ: સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આ બે સાળા બનેવીની જોડીએ સંખ્યાબંધ અમેરિકન નાગરિકોને ચુનો ચોપડ્યો છે. શહેરના મોટેરા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટર ચલાવી લોન કંપનીના કર્મચારી હોવાનું કહી ગિફ્ટ કાર્ડની લાલચ આપતા હતા. ગિફ્ટ કાર્ડના બદલામાં રોકડેથી વ્યવહાર કરવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બંને આરોપીઓ છ મહિનાથી ઘરમાં જ બેસીને આ કોલ સેન્ટર ચલાવતા હતા. ઘણા સમયથી તેઓ આ પ્રવૃત્તિ બંધ કરીને બેઠા હતા પણ ફરી એક વાર નાણાકીય અછત વર્તાતા તેઓએ ફરી કોલ સેન્ટર શરૂ કર્યું પણ આ વખતે પોલીસથી બચી ન શક્યા.

અમદાવાદમાં ઝડપાયું વિદેશી નાગરિકોને છેતરતું કોલ સેન્ટર

આ પણ વાંચો: એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું એવુ કામ કે સાયબર ક્રાઇમે કરી ધરપકડ

આરોપીઓમાં પોલીસનો ડર બેઠો

હવે વાત કરીએ બોગસ કોલ્સ સેન્ટર ચલાવનારા આરોપીઓની તો રખિયાલ, સરખેજ અને સાયબર ક્રાઇમે જેટલા પણ કોલ સેન્ટરના કેસ કર્યા તેમાં તમામ કેસોમાં બે કે ચાર લોકો જ પકડાયા છે. જેથી પોલીસ પણ માની રહી છે કે, હવે આરોપીઓમાં પોલીસનો ડર બેઠો છે અને લોકોની બાતમી આપી દેવાના ડરથી ભાડે ઓફિસ રાખવાના બદલે પોતાના જ ઘરમાં આ કૌભાંડ ચલાવી રહ્યા છે. પોતાની જગ્યાની સાથે સાથે સંબંધીઓ કે પોતાના જ અંગત મિત્રોને સાથે રાખી આ શખ્સો બોગસ કોલ્સ સેન્ટર ચલાવી રહ્યા હોવાનું પોલીસ પણ સ્વીકારે છે. લિસ્ટેડ આરોપીઓના મોટા કોલ સેન્ટરને ડામવામાં પોલીસ સફળ રહી છે પરંતુ નાના સેન્ટર ચલાવતા લોકોને પણ રોકવામાં હવે પોલીસ કેટલી હદે સફળ થાય થાય છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: સાઇબર ક્રાઇમ આચરતી ઝારખંડની ગેંગને સુરત પોલીસે ઝડપી લીધી

ABOUT THE AUTHOR

...view details