- કેડીલાની દવા પોસાકોનાઝોલ (Posaconazole)મ્યુકોર માઇકોસિસમાં અસરકારક
- આ દવા હાલમાં સસ્પેન્શન અને ટેબ્લેટ સ્વરૂપે ઉપલબ્ધ
- પોસાકોનાઝોલએ એસ્પરગિલસ અને દર્દીઓમાં કેન્ડીડા ઈન્ફેક્શન માટે માન્યતા પામેલી દવા છે
અમદાવાદઃ કેડીલા ફાર્મા(Cadila Pharma Company)એ રજૂ કરેલી પોસાકોનાઝોલએ એસ્પરગિલસ અને દર્દીઓમાં કેન્ડીડા ઈન્ફેક્શન માટે માન્યતા પામેલી દવા છે અને તે ભારે જોખમ ધરાવતા ઈન્ફેક્શન્સ અને OPC માટે ઉપયોગમાં લેવાય છે. પોસ્કાડ બ્રાન્ડ નેમ હેઠળ ઉપલબ્ધ કરાયેલી આ દવા હાલમાં સસ્પેન્શન અને ટેબલેટ સ્વરૂપે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તેની રજૂઆત કરવામાં આવશે.
કઇ દવા ક્યા રોગ માટે અસરકારક પૂરવાર
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટીંગ ઓ. પી. સિંઘ જણાવે છે કે, કેટલાક અભ્યાસોમાં એ પૂરવાર થયું છે કે અન્ય એઝોલ એન્ટીફંગલ્સ સાથે તુલના કરવામાં આવે તો તે કોરોનાના દર્દીઓમાં ઘાતક મ્યુકોર માઇકોસિસના ચેપમાં પોસાકોનાઝોલ (Posaconazole)ટેબલેટ મ્યુકોરેલ્સની વિવિધ જાત સામે વધુ અસરકારક પૂરવાર થઈ છે. પોસાકોનાઝોલ (Posaconazole)ઈન્વેઝીવ મોલ્ડ ઈન્ફેક્શન્સ અને હઠીલા તેમજ સહન કરી ના શકાય તેવા અન્ય એન્ટીફંગલ એજન્ટસથી બચવા માટે ઉપયોગ કરાતા સફળ પૂરવાર થઈ છે.
આ પણ વાંચોઃરાજકોટમાં મ્યુકોર માઇકોસિસ બાદ એસ્પરજીલસ ફૂગનાં કેસમાં પણ થયો વધારો
નેશનલ ટાસ્કફોર્સ દ્વારા ભલામણ
ઓ. પી. સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરાના-19 મહામારીની બીજી લહેરમાં કોવિડ પછીની અસર તરીકે મ્યુકોર માઇકોસિસના કેસમાં ભારે વધારો થયો છે. કોવિડ-19 અંગેના નેશનલ ટાસ્કફોર્સે કોવિડ સંબંધી મ્યુકોર માઇકોસિસની સારવાર અને વ્યવસ્થાપન માટે અન્ય ઔષધોની સાથે સાથે પોસાકોનાઝોલ ટેબલેટની પણ ભલામણ કરવામાં આવે છે.
આ પાણ વાંચોઃપાટણની ધારપુર હોસ્પિટલને મ્યુકોર માઇકોસિસના 100 ઇન્જેક્શનો ફાળવાયા
સિંગલ કે કોમ્બીનેશન ડ્રગ ખૂબ જ ઉપયોગી
મહત્વની બાબત એ છે કે, પોસાકોનાઝોલ કોવિડ-19ના દર્દીઓને થતા ઘાતક મ્યુકોર માઇકોસિસ માટે મ્યુકોરલ્સની ટેબલેટ ઘણી જાત સામે અન્ય એઝોલ્સ કરતાં વધુ સક્રિય છે અને પોસાકોનોઝોલ (Posaconazole)ટેબલેટનો અન્ય એન્ટીફંગલ એજન્ટ સાથે સમન્વય કરાય તો તે એકરૂપતા ઉભી કરે છે. આથી ફંગલ ચેપની સારવાર મુશ્કેલ હોય, ત્યારે સિંગલ કે કોમ્બીનેશન ડ્રગ તરીકે તે ખૂબ જ ઉપયોગી નિવડે છે. તેમ સિંઘે વધુમાં જણાવ્યું હતું.
ગંભીર આડઅસરો ખૂબ જૂજ
હોસ્પિટલોને અગ્રતાના ધોરણે આ દવા પૂરી પાડવાની ખાત્રીપૂર્વકની વ્યવસ્થા ઉભી કરી છે. અમે અમારા 4,000થી વધુ સબળ વિતરકોના નેટવર્ક મારફતે આગામી થોડા સપ્તાહોમાં 1000થી વધુ હોસ્પિટલો સુધી પહોંચવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. પોસાકોનાઝોલ(Posaconazole) ફંગસની વૃધ્ધિ અટકાવીને ઉત્તમ સેફ્ટી પ્રોફાઈલનું નિર્માણ કરે છે. લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય તો પણ તેની ગંભીર આડઅસરો ખૂબ જ જૂજ છે.