- CA ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર
- અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી
- અમદાવાદ સેન્ટરના જૂના કોર્ષનું 6.94 ટકા અને નવા કોર્ષનું 32.77 ટકા પરિણામ આવ્યું
અમદાવાદઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાએ CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની નવેમ્બર 2020માં યોજાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામોમાં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી છે. ઈન્ટિમીડિયેટમાં શ્રેયા ટીબરવાલે નવા કોર્ષમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવ્યો છે. શ્રેયા ટીબરવાલે 87.63 ટકા મેળવ્યાં છે.
સીએ ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર અમદાવાદ સેન્ટરમાં નવા કોર્ષનું 32.77 ટકા પરિણામ આવ્યું
શ્રેયાની સાથે સાથે અમદાવાદ સેન્ટરમાંથી ચિરાગ આસવાએ 7મો, પાર્થ બંસલ 21મો, વૈષ્ણવી પંચાલ 30મો, આસ્થા શાહ 32મો અને વિશ્વા અગ્રવાલ 42મો નંબર મેળવવામાં સફળ રહ્યાં છે. અમદાવાદ સેન્ટરના જૂના કોર્ષનું 6.94 ટકા અને નવા કોર્ષનું 32.77 ટકા પરિણામ આવ્યું છે.
સીએ ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર નવા-જૂના કોર્સના મળીને અમદાવાદ બ્રાંચના 5392 વિદ્યાર્થી સીએ તરીકે ક્વોલિફાય થયા
સીએ ફાઈનલના અમદાવાદ બ્રાંચના રિઝટમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સીએ ફાઈનલના પરિણામોમાં અમદાવાદ બ્રાંચનું ઓલ્ડ કોર્સનું 21.85 ટકા અને ન્યૂ કોર્સનું 31.76 ટકા પરિણામ આવ્યું હતું. જે નવેમ્બર-2019ની તુલનાએ 16.21 ટકાનો અને ન્યૂ કોર્સ પરીક્ષાના પરિણામમાં 4.52 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, સીએ ન્યૂ કોર્સ નવેમ્બર-20ના પરિણામની તુલનાએ નવેમ્બર, 2019ની પરિણામમાં કુલ રેન્કર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર-20ની પરીક્ષાના પરિણામમાં ઓલ ઈન્ડિયા લેવલ પર ટોપ 50માં ત્રણ વિદ્યાર્થી ઝળક્યા હતા, તો નવેમ્બર 19માં ટોપ 50માં 11 વિદ્યાર્થી ઝળક્યા હતા. આમ નવા-જૂના કોર્સના મળીને અમદાવાદ બ્રાંચના 5392 વિદ્યાર્થી સીએ તરીકે ક્વોલિફાય થયા હતા.
સીએ ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર