ગુજરાત

gujarat

ETV Bharat / city

CA Foundation Final Result 2022: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં મેળવ્યું સ્થાન

સીએ ફાઈનલ અને ફાઉન્ડેશનનું પરિણામ ગુુુરુવારે જાહેર (CA Foundation Final Result 2022) થયું હતું. જોકે, અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયામાં ટોપ 50માં સ્થાન (Ahmedabad students in All India Top) મેળવ્યું છે. આ સાથે જ સીએ ફાઉન્ડેશન અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 33.60 ટકા આવ્યું છે.

CA Foundation Final Result 2022: અમદાવાદના ત્રણ વિદ્યાર્થએ ટોપ 50માં મેળવ્યું સ્થાન
CA Foundation Final Result 2022: અમદાવાદના ત્રણ વિદ્યાર્થએ ટોપ 50માં મેળવ્યું સ્થાન

By

Published : Feb 11, 2022, 11:03 AM IST

અમદાવાદઃ ગુરુવારે સીએ ફાઈનલ અને ફાઉન્ડેશનનું પરિણામ જાહેર (CA Foundation Final Result 2022) થયું હતું. ડિસેમ્બર 2021માં સીએ ફાઇનલની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે સીએ ફાઈનલમાં અમદાવાદ ચેપ્ટરનું નવા કોર્ષનું પરિણામ 39.25 ટકા આવ્યું હતું. જ્યારે જૂના કોર્ષનું પરિણામ 7.14 ટકા છે. સીએ ફાઉન્ડેશનનું અમદાવાદ ચેપ્ટરનું (CA Foundation Ahmedabad Chapter Result) પરિણામ 33.60 ટકા છે. અમદાવાદમાં સીએ ફાઇલના 3 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયામાં ટોપ 50માં આવ્યા (Ahmedabad students in All India Top) છે. આ સાથે 800 વિદ્યાર્થીઓમાંથી 314 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

નવા કોર્સનું પરિણામ વધુ આવ્યું

આ પણ વાંચોઃUPSC પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8માં સ્થાને

નવા કોર્સનું પરિણામ વધુ આવ્યું

બીજી તરફ ઓલ ઈન્ડિયા ફાઉન્ડેશનનું પરિણામ (CA Foundation Final Result 2022) 30.28 ટકા આવ્યું છે. જેમાંથી નવા કોર્સનું પરિણામ 15.31 ટકા અને જૂના કોર્સનું 7.14 ટકા પરિણામ આવ્યું છે. તો દેશભરમાંથી 28,988 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 4,437 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો સીએ ફાઉન્ડેશન અમદાવાદ ચેપ્ટરનું પરિણામ (CA Foundation Ahmedabad Chapter Result) 30.28 ટકા આવ્યું છે.

ઓલ ઈન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ

આ પણ વાંચોઃJEE Main-પેપર 2નું પરિણામ જાહેર: સુરતના કેતને ઓલ ઇન્ડિયામાં 32મો રેન્ક પ્રાપ્ત કર્યો

ઓલ ઈન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ

6ઠ્ઠા નંબરે આવનારા ગુલચા સલોનીએ (Ahmedabad students in All India Top) જણાવ્યું હતું કે, તેઓ દરરોજ 12થી 14 કલાક જેટલો સમય મહેનત કરતાં હતાં. મોક ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ સહિત ઘણી પરીક્ષાઓ આપી હતી, જેનાથી આત્મવિશ્વાસ આવ્યો હતો. અભ્યાસ દરમિયાન ઈન્ટર્નશિપ પણ કરી હતી. ઓડિટ અંગે શરૂઆતમાં ખબર નહોતી પડતી, પરંતુ આર્ટિકલશિપ બાદ ઓડિટ સરળ લાગવા લાગ્યું હતું. કોરોનાના કારણે ઓનલાઈન અભ્યાસ ચેલેન્જ હતો. કારણ કે, ઓનલાઇન અભ્યાસમાં ખબર પડતી નહોતી. ફિઝિકલ અભ્યાસમાં વધુ સમજ પડતી હતી,પરંતુ બાદમાં ફેકલ્ટીઓએ સપોર્ટના કારણે અભ્યાસ થઈ જતો હતો.

વિદ્યાર્થીઓની તનતોડ મહેનત રંગ લાવી

વિદ્યાર્થીઓની તનતોડ મહેનત રંગ લાવી

જ્યારે 48મો રેન્ક લાવનારા વિદ્યાર્થી ભૌતિક કુમારે જણાવ્યું (Ahmedabad students in All India Top) હતું કે, તે મૂળ બોટાદનો છે, પરંતુ કેટલાક સમયથી સીએનો અભ્યાસ કરવા અમદાવાદ આવ્યો છે. તે પણ દરરોજ 10થી 12 કલાક અભ્યાસ કરતો હતો. અગાઉ જેટલા રિઝલ્ટ આવ્યા હતા તેને સતત રિફર કરતો હતો. પરીક્ષા દરમિયાન મગજ પર કન્ટ્રોલ રાખીને ડિપ્રેશનમાં નહતો જતો અને પરીક્ષા આપતો હતો જેનું પરિણામ મળ્યું છે..

ABOUT THE AUTHOR

...view details