અમદાવાદ- સીએ ફાઇનલનું પરિણામ (CA Final Results 2022) જાહેર થયું છે ત્યારે ઓલ ઇન્ડિયામાં 66 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 12,500 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અત્યાર સુધી દેશમાં 3.50 લાખ સીએ હતા જે વધીને હવે 3,62,500 થશે. ત્યારે ઇતિહાસમાં પહેલીવાર 60 દિવસ બાદ પરિણામ આવતું હતું પરંતુ હવે જે ઘટાડીને 45 દિવસમાં જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાંથી 528 વિદ્યાર્થીઓ સીએ ફાઇનલમાં પાસ થયા છે.
અમદાવાદમાંથી 528 વિદ્યાર્થીઓ સીએ ફાઇનલમાં પાસ થયા અમદાવાદમાં કેટલું પરિણામ - Icaiના વાઇસ પ્રેસિડેન્ટ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયાનું 12 ટકા જેટલું પરિણામ (CA Final Results 2022) આવ્યું છે અને અમદાવાદ બ્રાન્ચનું બંને ગ્રુપનું 16. 34 ટકા પરિણામ (CA Results in Ahmedabad Chapter) આવ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતાં.વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં અમદાવાદ બ્રાન્ચ વધુ સારું પરિણામ આવે તે રીતે કામ કરતા રહીશું. અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 25માં સ્થાન મેળવ્યું(Three students from Ahmedabad in top 25) છે.
આ પણ વાંચોઃ CA Intermediate Result 2022: સુરતના આયુષ ગર્ગે CA ઈન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો, સુરતમાં પ્રથમ ક્રમે
દેશમાં 10 મો નંબર-પ્રિયાંક શાહ નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે મારો દેશમાં સીએ પરિણામમાં 10 મો નંબર (CA Results Ranking 10th)આવ્યો છે. મારા માતાપિતા ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ છે. હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. રોજ 10 થી 12 કલાક ભણતો હતો. બ્રેક લીધા વિના સળંગ ભણતો હતો ત્યારે આગળ હું હવે સારી જગ્યાએ નોકરી કરીને માતાપિતાની તમામ ઈચ્છા પૂરી કરવા માંગુ છું.
આ પણ વાંચોઃ CA Foundation Final Result 2022: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં મેળવ્યું સ્થાન
વિદ્યાર્થીની પ્રતિક્રિયા - રુચિત વખારિયા નામના વિદ્યાર્થીઓ કહ્યું કે મારો ઓલ અવર ઇન્ડિયામાં સીએ પરિણામમાં 21મો નંબર (CA Results Ranking 21st)આવ્યો છે. મારી પ્રેરણા પણ મારા માતાપિતા છે. રોજ 12 થી 13 કલાક મહેનત કરતો હતો. પિતાનો સપોર્ટ ખૂબ જ સારો હતો. થોડો સમય જોબ કરીશ અને પછી મારી ફર્મ શરૂ કરીશ.
કુલ 528 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા -અમદાવાદના બંને ગ્રુપનું 16.34 ટકા પરિણામ (CA Results in Ahmedabad Chapter) આવ્યું છે. ગ્રુપ એકનું પરિણામ 19.76 ટકા અને ગ્રુપ બે નું પરિણામ 21.68 ટકા આવ્યું છે કુલ 2717 વિદ્યાર્થીઓએ અમદાવાદમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી 528 વિદ્યાર્થીઓ (CA Final Results 2022) પાસ થયા છે.