- સીએ ફાઇનલનું પરિણામ થયું જાહેર
- અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો
- બન્ને ગ્રુપમાં 2870 વિદ્યાર્થીઓ થયા પાસ
અમદાવાદ- ઇન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઈનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સીએની પરિક્ષામાં ઓલ ઈન્ડીયામાં આ વર્ષે સીએના બન્ને ગ્રુપમાં 23 હજાર 981 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2 હજાર 870 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
1520 વિદ્યાર્થીમાંથી 350 પાસ થયા
અમદાવાદ સેન્ટરમાં 1520માંથી 350 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગ્રુપ 1 માં 49 હજાર 358 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 9 હજાર 986 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે ગ્રુપ 2 માં 42 હજાર 203 વિદ્યાર્થીઓમાંથી 7 હજાર 328 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ત્યારે અમદાવાદમાં પ્રથમ ક્રમાંકે આવેલા દિવેશ હરપલાનીએ ઓલ ઇન્ડિયા રેન્ક 13મો મેળવ્યો છે, ત્યારે આસ્થા માલુએ ઓલ ઇન્ડિયામાં 27 મો અને અમદાવાદમાં બીજો રેન્ક મેળવ્યો છે. ત્યારે યશ ચોકસીએ ઓલ ઇન્ડિયામાં 35 મો, ભવ્ય શાહે ઓલ ઇન્ડિયામાં 38મો રેન્ક મેળવ્યો છે.
સીએ ફાઇનલનું પરિણામ જાહેર ટાઇમટેબલ બનાવીને મહેનત કરવી જોઈએ: દિવેશ હરપલાની
અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવેલા વિદ્યાર્થી દિવેશ હરપલાનીએ જણાવ્યું કે, જેટલી મેહનત કરી હતી એટલું પરિણામ મળ્યું છે અને એક ટાઇમટેબલ બનાવીને મહેનત કરવી જોઈએ. કોરોનામાં જયારે પરીક્ષા પાછી ખેંચાઈ હતી, ત્યારે મોરલ ડાઉન થયું હતું. કેમ કે, પરીક્ષાની તારીખ વગર મેહનત કરવી એ મોટો પ્રશ્ન હતો, ત્યારે દરેક વિદ્યાર્થીએ જે પણ પરિણામ આવે એનાથી નિરાશ ન થવું જોઈએ. આગળ કેવી મહેનત કરવી તેના પર ધ્યાન આપવું જોઈએ.
મને ધાર્યા કરતાં વધારે પરિણામ મળ્યું છે: યશ ચોકસી
ઓલ ઇન્ડિયામાં 35 મો રેન્ક મેળવેલા યશ ચોકસીએ જણાવ્યું કે, મને ધાર્યા કરતાં વધારે પરિણામ મળ્યું છે. મને કોરોના થયો હતો, ત્યારે ચિંતા વધી ગઈ હતી. પરંતુ જ્યારે પરીક્ષાની તારીખ ઠેલાઈ ત્યારે શાંતિ થઈ હતી. તે સમય દરમિયાન પરિવારના સભ્યો દ્વારા પ્રોત્સાહન મળ્યું હતું.ત્યારે હવે આગળ મોટી કંપની સ્થાપવાની ઇચ્છા છે.
વિદ્યાર્થીઓને મહેનત પ્રમાણે પરિણામ મળ્યું છે
જે રીતે વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી તે જ પ્રમાણે તેમને પરિણામ મળ્યું છે. એટલે વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ જે પણ પરિણામ આવ્યું છે તેને વધાવવું જોઈએ. જ્યારે સારું પરિણામ મેળવવા ટાઇમટેબલ પ્રમાણે મેહનત કરવી જોઈએ.