ગાંધીનગર- રાજ્યમાં જે જિલ્લામાં ખૂબ વરસાદ વરસ્યો છે. ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ,સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો તેમજ આગેવાનોને અસરગ્રસ્તોની મદદ કરવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (BJP state president CR Patil )હાકલ કરી છે. તેમણે જરૂર જણાય તો સ્થાનિક અસરગ્રસ્તો સહાયતા માટે ભાજપ કાર્યાલયનો સંપર્ક (BJP state president CR Patil )કરવા જણાવ્યું છે.
C R Patil Appeal : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હાકલ કરી તો શરુ થઈ ગયું આ કામ - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ
ગુજરાતમાં હાલ ભારે વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિની સમસ્યાઓને દૂર કરવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે હાકલ (BJP state president CR Patil ) કરી છે. તે સાથે જ ભાજપની હેલ્પલાઇન (BJP helpline ) કાર્યરત કરવામાં આવી છે.
![C R Patil Appeal : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હાકલ કરી તો શરુ થઈ ગયું આ કામ C R Patil Appeal : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હાકલ કરી તો શરુ થઈ ગયું આ કામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15797302-thumbnail-3x2-bjp.jpg)
દક્ષિણ ગુજરાતમાં તારાજી- રાજયમાં મૂશળઘાર વરસાદથી દરેક વિસ્તારમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા 48 કલાકથી રાજયમાં મૂશળઘાર વરસાદ વરસ્યો છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લા, વલસાડ જિલ્લા, અમદાવાદ જિલ્લા સહિત મોટા ભાગના જિલ્લાઓમાં ખૂબ વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આ મામલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (BJP state president CR Patil ) પાર્ટીના આગેવાન, કાર્યકરોને જનતાની પડખે રહેવા અને તેમને જોઇતી તમામ મદદ કરવા ટ્ટિવટ કર્યુ છે. આ ઉપરાંત ભાજપે પોતાની હેલ્પલાઇન (BJP helpline ) પણ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Rain in Ahmedabad : શાહીબાગના રસ્તા પર કાર દોડી રહી હતી ને પડ્યો ભૂવો, પછી તો જે થઇ છે!
મદદ માટે લોકો ભાજપ કાર્યાલયનો સંપર્ક કરે -ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (BJP state president CR Patil ) ટિ્વટ કરીને જણાવ્યું છે કે, રાજયમાં સતત વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જે જિલ્લામાં ખૂબ વરસાદ વરસ્યો છે. ત્યા ચૂંટાયેલા પ્રતિનિધીઓ,સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો તેમજ આગેવાનોને અસરગ્રસ્તોની મદદ કરવા હાકલ કરી અને જરૂર જણાય તો સ્થાનિક અસરગ્રસ્તો સહાયતા માટે ભાજપ કાર્યાલયનો સંપર્ક કરે તેમ જણાવ્યું.