અમદાવાદ: નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. હાલ ભારતીય અર્થતંત્ર મંદીમાં છે, જેથી આગામી બજેટ અતિમહત્વનું બની રહેશે. નિર્મલા સીતારમન માટે આગામી બજેટ અગ્નિપરીક્ષા જેવું હશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમન આગામી બજેટમાં જીડીપી ગ્રોથ વધે અને મોંઘવારી દર ઘટે તે માટે નક્કર રોડમેપ જાહેર કરી શકે છે. તેમજ ભારતીય અર્થતંત્રને 5 લાખ કરોડનું બનાવવાની દિશામાં યોજના પણ જાહેર કરી શકે છે.
BUDGET 2020: દેશમાં મંદી છતાં બજેટમાં કરવેરામાં છૂટછાટ આવશે
કેન્દ્રીય બજેટ આગી 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમન રજુ કરવામાં છે. આ વર્ષભારત માટે મંદીનું વર્ષ , તેથી સૌની નજર આવનારા બજેટ પર રહેશે. આ આવનારા બજેટમાં ટેક્સમાં શું થઇ શકે છે ફેરફાર જાણો કરવેરા નિષ્ણાંત નિતીન પાઠક પાસેથી...
આ ઉપરાંત વ્યક્તિગત આવકવેરાની મર્યાદા 2.50 લાખથી વધારીને 3 લાખ કરે તેવી શકયતા છે. તેમજ જીએસટીના ચાર સ્લેબ ઘટાડીને 3 કરી શકે તેમ છે. કરવેરાની આવક વધે તે માટે કરમાળખાને વધુ સરળ કરે તેવા પગલા પણ લેશે.
આગામી બજેટમાં ઈન્ડસ્ટ્રીઝની મંદી દૂર થાય, રોજગારીમાં વધારો થાય, રિયલ એસ્ટેટને બુસ્ટ કરવા માટેની જોગવાઈઓ કરી શકે છે. તેમજ સ્ટાર્ટઅપ માટે વધુ નાણાની જોગવાઈ કરશે, આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ બજેટમાં અનેક ચીજવસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લાદશે.