ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં બી.યુ. પરમિશન ન ધરાવતી ઓફિસ, દુકાન સહિત 514 એકમો સીલ - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કાર્યવાહી

અમદાવાદમાં અનેક બિલ્ડીંગનો ઉપયોગ બી.યુ. (બિલ્ડીંગ યુઝ) પરમિશન વગર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બી.યુ પરમિશન વગર ઉપયોગ કરાતી 314 ઓફિસ, દુકાનો સહિત 514 એકમોને સીલ કર્યા છે.

અમદાવાદમાં બી.યુ. પરમિશન ન ધરાવતી ઓફિસ, દુકાન સહિત 514 એકમો સીલ
અમદાવાદમાં બી.યુ. પરમિશન ન ધરાવતી ઓફિસ, દુકાન સહિત 514 એકમો સીલ

By

Published : Jun 1, 2021, 3:00 PM IST

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની તવાઈ
  • શહેરમાં બી. યુ. પરમિશન ન ધરાવતી દુકાનો, ઓફિસોને કરાઈ સીલ
  • બી. યુ. પરમિશન વગર કામ કરતી 314 દુકાન, ઓફિસ સહિત 514 એકમ સીલ

અમદાવાદઃ શહેરમાં બી. યુ. પરમિશન વગર ચાલતી દુકાનો, ઓફિસ સહિતના એકમો સામે હવે કોર્પોરેશને લાલ આંખ કરી છે. શહેરમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે વિવિધ જગ્યાએ દરોડા પાડી કુલ 514 એકમ સીલ કર્યા છે.

આ પણ વાંચો-બીયુ પરમિશન ન હોય તો સીલ મારવામાં મનપા ભેદભાવ કરતી હોવાનો વેપારીઓનો આક્ષેપ

2 નોટિસ આપી છતા મિલકતધારકોએ બી.યુ. પરમિશન નહતી મેળવી

શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા પાલડી, નવરંગપુરા, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલી અનેક હોટલ અને પૂર્વ વિસ્તારમાં આવેલી કેટલીક મિલકતો અને એસટેટ વિભાગ દ્વારા બી.યુ. પરમિશન ન હોવાથી સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી 2 નોટિસ આપી હતી. છતાં પણ મિલકત ધારકો દ્વારા બી.યુ. પરમિશન લેવા અંગે કોઈ કામગીરી ન કરાતા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓફિસ સીલ કરી દીધી છે.

આ પણ વાંચો-અપૂરતા Fire Safety સંસાધનો હોવાથી Surat Fire Department દ્વારા 18 હોસ્પિટલ્સ સીલ કરાઈ

વિજય ચાર રસ્તા પાસેના યુનિવર્સિટી પ્લાઝાને એક વર્ષ અગાઉ પણ સીલ કરાયું હતું

હાઈકોર્ટ દ્વારા અગાઉ તમામ કોમ્પલેક્સ પાસે બી.યુ. પરમિશન ફરજિયાત બનાવવાના આદેશ આપ્યા હતા. જોકે, તેમ છતાં પણ અનેક જ એકમો છે. તેની પાસે બી. યુ. પરમિશન ન હોવાથી મંગળવારે આવા એકમોને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, વિજય ચાર રસ્તા નજીક આવેલા યુનિવર્સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં પરમિશન ન હોવાથી એક વર્ષ અગાઉ પણ સીલ કરાયું હતું ત્યારે તમને પાસેથી બાંયેધરી તંત્રે લીધી હતી કે, જરૂરી પ્રક્રિયા પૂરી કરીને બી.યુ. પરમિશન મેળવવી પડશે. જોકે, કોઈ પણ પ્રકારની લાંબા સમય સુધી પ્રક્રિયા ન કરાતા કોર્પોરેશન તંત્ર દ્વારા ફરી યુનિવર્સિટી પ્લાઝાને સીલ કરી દેવાયું છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 146 યુનિટને તંત્ર દ્વારા સીલ કરી દેવાયા છે.

ABOUT THE AUTHOR

...view details