ગુજરાત

gujarat

ETV Bharat / city

કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ભાઈએ સગા ભાઈનું ઢીમ ઢાળી દીધું - હત્યાનો બનાવ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ રહી છે, ત્યારે બે દિવસમાં બે હત્યા થતા પૂર્વ વિસ્તાર લોહિયાળ બન્યો છે. જેમાં અમરાઈવાડી બાદ હવે મણિનગરમાં પણ હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ગેસ બોટલ માથામાં મારી ભાઈએ જ કરી ભાઈની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો હતો અને આ બાબતને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભાઈએ સગા ભાઈનું ઢીમ ઢાળી દીધું
ભાઈએ સગા ભાઈનું ઢીમ ઢાળી દીધું

By

Published : Aug 16, 2021, 4:13 PM IST

  • શહેરના પૂર્વ વિસ્તારમાં વધી ગુનાખોરી
  • અમરાઈ વાડી બાદ બીજા જ દિવસે મણિનગરમાં હત્યાનો બનાવ
  • અંગત કારણમાં ભાઈએ સગા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે, ત્યારે તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ ઉકેલાયો નથી અને અમરાઈ વાડીમાં હત્યા કર્યા બાદ લૂંટ ચલાવનાર આરોપી પકડાયા નથી, ત્યાં શનિવારે વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. બાદમાં રવિવારે મણિનગરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો બનાવ બનતા પૂર્વ વિસ્તાર જાણે કે લોહિયાળ બન્યો છે. જેમાં આરોપીએ તેના ભાઈએ જ ગેસ રિફિલ માથા અને મોઢાના ભાગે બોલાચાલી થતા મારી દેતા મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:અસામાજિક તત્વો બન્યા બેફામ, અમરાઈવાડીમાં હત્યા કરનાર શખ્સે જ આપ્યો લૂંટને અંજામ

અંગત બોલાચાલીમાં ભાઈનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદની દક્ષિણી સોસાયટી પાસે રહેતા સુભાષ મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા સાથે રહે છે. રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે સુભાષ ઘરે આવીને તેના નાના ભાઈ નિલેશ મધુકર ગોગવલે સાથે કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો. બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સુભાષ તેના ભાઈ નિલેશને ગેસનો બાટલો ઉપાડીને મારવા ગયો હતો. તે દરમિયાન વખતે તેના નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલેએ તેના મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો. જેના કારણે સુભાષ મધુકર ગોગવલેના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો:જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનની ધરપકડ, 30 થી વધુ ગુનામાં સંડોવાયેલો હતો

પોલીસે તપાસ હાથ ધરી

આ બાદ આરોપી નિલેશે 108 ને ફોન કરીને બાલાવી હતી, પરંતુ 108 અવે તે પહેલા જ સુભાષનું મૃત્યુ થઈ ગયું હતું. નિલેશે તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો. પરંતુ 108એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતથી જ નિલેશ ખોટું બોલી રહ્યો હોવાનું માની પોલીસે ઉલટ પૂછપરછ કરતા નિલેશે તેના ભાઈ સુભાષ સાથે બોલાચાલી થતા તેને મારવા આવતા ગેસ બોટલ મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું અને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details