ગુજરાત

gujarat

ETV Bharat / city

Britain PM Gujarat Visit: બોરિસ જોનસન આજે અમદાવાદ આવશે, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM - India Britain PM Meeting in Delhi

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે (21 એપ્રિલે)ભારતના પ્રવાસે (Britain PM Gujarat Visit) આવી રહ્યા છે. જોકે, તેઓ પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદથી (Boris Johnson Ahmedabad Visit) કરશે. આ સાથે જ પહેલી વખત બ્રિટનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે (Boris Johnson is the first Britain PM to visit Gujarat) આવશે.

Britain PM Gujarat Visit: બોરિસ જોનસન 21 એપ્રિલે અમદાવાદથી ભારત પ્રવાસનો કરશે પ્રારંભ, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM
Britain PM Gujarat Visit: બોરિસ જોનસન 21 એપ્રિલે અમદાવાદથી ભારત પ્રવાસનો કરશે પ્રારંભ, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM

By

Published : Apr 18, 2022, 9:44 AM IST

Updated : Apr 21, 2022, 7:58 AM IST

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે (21 એપ્રિલે) ભારતના પ્રવાસે (Britain PM Gujarat Visit) આવી રહ્યા છે. જોકે, તેઓ પોતાના પ્રવાસનો પ્રારંભ ગુજરાતના અમદાવાદથી (Boris Johnson Ahmedabad Visit) કરશે. સૂત્રોના મતે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાબરમતી ગાંધી આશ્રમ અને હાલોલ ખાતેના JCB કંપનીના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ 22મી એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે (India Britain PM Meeting in Delhi) મુલાકાત કરશે.

બંને દેશના PM મુક્ત વેપાર સંધિ પર કરશે ચર્ચા -ઉલ્લેખનીય છે કે, ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સંધિ માટે ચાલી રહેલી વાટાઘાટોના 26 ચેપ્ટર પૈકી 4 ચેપ્ટર પરની ચર્ચા સફળતાપૂર્વક પૂર્ણ (Agreement between India and Britain on the issue of Free Trade Agreement) થયા પછી બોરિસ જોન્સન ભારતના પ્રવાસે (Britain PM Boris Johnson India Visit) આવી રહ્યા છે. તો બંને દેશના વડાપ્રધાન આ સંધિ પ્રક્રિયા પૂર્ણ થવાના સમય માળખા મુદ્દે પણ ચર્ચા કરશે.

આ પણ વાંચો-PM Modi inaugurate Banas Dairy Plant: PM મોદી 19 એપ્રિલના બનાસકાંઠામાં, બનાસ ડેરીના આધુનિક ડેરી પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

દિલ્હીમાં બંને દેશના PM કરશે મહત્વપૂર્ણ ચર્ચા -દિલ્હીમાં બંને વડાપ્રધાન વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી, આર્થિક ભાગીદારી મુદ્દે પણ ચર્ચાવિચારણા કરશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં બોરિસ જોનસનનો ભારત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બ્રિટન સરકારના મતે, ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ મુદ્દે ભારત અને બ્રિટન વચ્ચે મહત્વની સમજૂતી (Agreement between India and Britain on the issue of Free Trade Agreement) થઈ છે. આ દિશામાં મહત્વની પ્રગતિ થશે તેવી આશા છે. બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવા માટે ઈચ્છુક છે.

આ પણ વાંચો-PM Modi Jamnagar Visit: જામનગરમાં PMનો સંભવિત કાર્યક્રમ બોપરા સર્કિટ હાઉસમાં

અમદાવાદમાં બોરિસ જોનસન ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક -આ પહેલા 21મી એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન અમદાવાદ ખાતે ઉદ્યોગ જગતના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. તેમ જ ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા પણ કરશે. સાથે જ ગુજરાતમાં બોરિસ જોનસન (Britain PM Gujarat Visit) વિજ્ઞાન, હેલ્થ અને ટેકનોલોજી ક્ષેત્રે નવા પ્રોજેક્ટની પણ જાહેરાત કરી શકે તેવી શક્યતા છે. આ સાથે જ પહેલી વખત બ્રિટનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે (Boris Johnson is the first Britain PM to visit Gujarat) આવશે.

Last Updated : Apr 21, 2022, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details