ગુજરાત

gujarat

ETV Bharat / city

દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા સંસદભવનમાં મૂકવા તૈયારી

દેશમાં નવા સંસદ ભવનનું (Central Vista New Parliament Building) નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દલિત સમાજ દ્વારા તે રાજ્યસભામાં મૂકવા માટે 1000 કિલો વજનવાળો પિત્તળ સિક્કો બનાવવામાં આવ્યો છે. જેમાં એકબાજુ બાબાસાહેબ આંબેડકર અને બીજી બાજુ ગૌતમ બુદ્ધ પ્રતિમા અંકિત કરવામાં આવી છે.

દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા રાજ્યસભા ભવનમાં મૂકવા તૈયારી
દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા રાજ્યસભા ભવનમાં મૂકવા તૈયારી

By

Published : Jul 19, 2022, 4:43 PM IST

Updated : Jul 19, 2022, 8:00 PM IST

સાણંદ: અમદાવાદના સાણંદ ખાતે દલિત સમાજ દ્વારા કરવામાં આવેલી પહેલામાં સમગ્ર દેશમાંથી પિત્તળ (Coin of Brass Ahmedabad) લાવીને 10 ફૂટ ઉંચો સિક્કો બનાવવામાં આવ્યો છે. સિક્કાની એક તરફ ડૉ બાબાસાહેબ આંબેડકર અને બીજી બાજુ ભગવાન બુદ્ધની છબી (Image of Dr.ambedkar And Budhdha) છે. સિક્કા પર 15 અલગ-અલગ ભાષાઓમાં "અસ્પૃશ્યતા" શબ્દ લખવામાં આવ્યો છે. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારને (Central Vista New Parliament Building) એક પત્ર મોકલવામાં આવ્યો છે, પરંતુ સરકારે હાલમાં આ અંગે કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી.

દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા રાજ્યસભા ભવનમાં મૂકવા તૈયારી

આ પણ વાંચો: 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરીનું કારણ બતાવી કર્યા નાપાસ

શું કહ્યું સર્જકે:સામાજિક કાર્યકર્તા માર્ટિન મેકવાને Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દેશ 1947માં આઝાદ થયો હતો. આ વર્ષેને આપણે આઝાદી અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. પરંતુ સવાલએ છે કે, 2047માં દેશમાં બાબા સાહેબનું સપનું અસ્પૃશ્યતા નાબુદીનું સપનું સાકાર થશે? તે આજ દેશ માટે સૌથી મોટો પડકાર છે.

15 રાજ્યમાંથી પિત્તળ આવ્યું: આજ દલિત સમાજને મંદિરમાં જતા પણ રોકવામાં આવે છે. જેના કારણે દલિત સમાજ તરફથી આ સિક્કો બનાવી દેશને સમર્પિત કરવામાં આવશે. આ માટે કુલ 15 રાજ્યોમાંથી પિત્તળ આવ્યું છે. જેમાં રાજસ્થાન, બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર, તેલંગાણા જેવા રાજ્યોમાંથી લોકોએ પિત્તળ આપ્યું છે. આ સિક્કો વિશ્વરંજન અને બલ્લુએ બનાવ્યો છે.

દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા સંસદભવનમાં મૂકવા તૈયારી

આ પણ વાંચો: રાજ્યનો આ બીચ કરાયો બંધ, સુરત સહિતના શહેરોમાં એલર્ટ

પક્ષ સામે પ્રશ્ન: આ સિક્કા ઉપરાંત 3 કિલોના નાના સિક્કા બનાવવામાં આવ્યા છે. જે દેશના દરેક સાંસદ, મુખ્યપ્રધાન તેમજ દરેક રાજકિય પાર્ટીની ઓફિસમાં રાખવામાં આવશે. આ સિક્કાના માધ્યમથી દરેક રાજકીય પાર્ટીને સવાલ કરવામાં આવશે કે, આઝાદીના 75 વર્ષ પછી પણ દલિત સમાજ સાથે અસ્પૃશ્યતા કેમ રાખવામાં આવે છે? આ સાથે 20 લાખના 1 રૂપિયાના સિક્કા આપવામાં આવશે.

દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા રાજ્યસભા ભવનમાં મૂકવા તૈયારી

દિલ્હી મોકલાશે:આજ નવું મકાન કે કોઈ ઇમારત બનાવવામાં આવે છે, તે સમયે પાયામાં 1 રૂપિયાનો કે ચાંદીનો સિક્કો મૂકવામા આવે છે. જેને ધ્યાનમાં લઈને દલિત સમાજે સમગ્ર દેશમાંથી 1 રૂપિયાના 20 લાખ સિક્કા દિલ્હી ખાતે મોકલવામાં આવશે. જેનું વજન અંદાજિત 12 થી 14 ટન જેટલું હશે. તારીખ 1 ઓગસ્ટના રોજ આ સિક્કાને દિલ્હી રવાના કરાશે. આ માટે ખાસ યાત્રા કાઢવામાં આવશે. જેનું શીર્ષક “ભીમ રૂદન " રાખવામાં આવ્યું છે. સાણંદમાં વિશાળ રેલી કરીને ટ્રકમાં આ સિક્કો દિલ્હી લઈ જવામાં આવશે.

દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા રાજ્યસભા ભવનમાં મૂકવા તૈયારી

આ પણ વાંચો: અઠવાડિયા પછી અમદાવાદ ફરી એક વાર થયું પાણીપાણી, આ વિસ્તારમાં વરસાદ શરૂ

રાષ્ટ્રપતિને આવેદન: આ રેલીમાં 350 જેટલા લોકો જોડાશે. સાત દિવસ બાદ આ સિક્કો દિલ્હી પહોંચશે. જ્યાં પંજાબ,ઉત્તરપ્રદેશ, હરિયાણા,હિમાચલ પ્રદેશના દલિત લોકો જોડાશે અને આ વિશાળ સિક્કો સરકારને સોંપવામાં આવશે.આ ઉપરાંત રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિને પણ એક આવેદન પણ આપવામાં આવશે.

Last Updated : Jul 19, 2022, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details