અમદાવાદ : બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામે ઝેરી દારૂ પીવાથી 37થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા (Botad Latthakand Case) છે. ત્યારે હજુ કેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું (Latthakand death) જાણવા મળ્યું છે. ત્યારે લઠ્ઠાકાંડમાં જયેશ નામના આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લિટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લેવાયુ હતુ. ATS ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી હતી.
પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો આવી સામે આ પણ વાંચો :13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા
ચોકાવનારી વિગત -ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી જયેશ 4 વર્ષથી એમોસ કોર્પો. માં કામ કરતો હતો. સાથે ઇન્ચાર્જ તરીકે ફીનાર કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી બોટલમાં ભરવાનું જોબવર્ક કરતો હતો. છેલ્લા 3 કે 4 મહિનાથી 3 બેરલમાં 600 લિટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજયને પહોંચાડ્યું હતું. જ્યારે 22મીના રોજ જ્યેશે પોતાના મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષા લઈ આવી દિનેશ નામના સાગરીત સાથે મળી રવાના થયો હતો. આરોપી જયેશ અને દિનેશઍ કમોડ, ધોળકા, બગોદરા, ધંધુકા થઈ ભલગામડા ગામ પાસેની કેનાલ પર સંજયને બોલાવી બોલેરો ગાડીમાં કેમીકલ મૂકાવ્યું હતું. આરોપી જ્યેશે સંજય પાસેથી 600 લીટર મિથેનોલના 40 હજાર અને 1500 રૂપિયા ભાડાના લીધા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી જયેશની સાથે અન્ય 3 લોકોની ધરપકડ (Botad Latthakand Case) કરી બોટાદ પોલીસને સોંપશે.
પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો આવી સામે આ પણ વાંચો :શું ખરેખર લઠ્ઠાકાંડમાં પોલીસ અને સરકારની મિલીભગત... જગદીશ ઠાકોરના ગંભીર આક્ષેપ
કયા ગામમાં કેટલા લોકોના મૃત્યુ - લઠ્ઠાકાંડમાં હજુ પણ મૃત્યુઆંક સતત (Chemical in Lathtakand) વધી રહ્યો છે. જ્યારે આરોપીને લઇને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બોટાદ રવાના થઈ છે. ત્યારે આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે. મળતી માહિતી મુજબ 39થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા રોજિંદમાં 9, પોલારપુરમાં 2, ભીમનાથમાં 1, ચદરવામાં 2, રાણપુરમાં 1, દેવગનામાં 3, રણપુરીમાં 1, કોરડામાં 1, ધંધુકા તાલુકાના 9 મળીને કુલ 37 લોકોના (Police Investigation in Lathtakam) મૃત્યુ નીપજ્યા છે. તો બીજી તરફ પોલીસે લઠ્ઠાકાંડના આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે.