અમદાવાદઃ બોટાદ ચકચારી લઠ્ઠાકાંડ મામલાની (Botad Latha Kand Case) તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી છે. ત્યાર SITની ટીમ કેમિકલ કંપની AMOSના માલિક સમીર પટેલ (AMOS Company Owner Sameer Patel) અને તેના પાર્ટનરના ઘરે સર્ચ ઓપરેશન (SIT Search Operation) કરી રહી છે. તેવામાં સમીર પટેલે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે તેમની આ અરજી ફગાવી (Gujarat HC rejects Sameer Patel Anticipatory Bail Application) દીધી છે.
HCએ બોટાદ કોર્ટમાં અરજી કરવા કહ્યું - બોટાદ લઠ્ઠાકાંડમાં ઝેરી કેમિકલ વપરાયું હોવાનું સામે આવ્યું હતું. આ લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું કેમિકલ AMOS કંપનીમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે AMOS કંપનીના માલિક સમીર પટેલને અગાઉ સમન્સ પાઠવ્યું તેમ છતાં તેઓ પોલીસ સ્ટેશને હાજર થતા નહતા. ત્યારે હવે સમીર પટેલે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. સાથે જ તેમને આદેશ આપ્યો હતો કે, તેઓ સૌપ્રથમ તો આગોતરા જામીન માટે બોટાદ સેશન્સ કોર્ટમાં (Botad Sessions Court) અરજી કરે. બીજી તરફ સરકારે પણ સમીર પટેલની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે, અરજદારે પોતાની આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, આ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી.
કોર્ટ અરજી ફગાવી - બીજી તરફ સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર શા માટે સીધા હાઈકોર્ટમાં આવ્યા છે. તેમને પહેલા બોટાદ સ્ટેશન કોર્ટમાં (Botad Sessions Court) આ આગોતરા જામીન અરજી કરવી પડે. આ કેસની તપાસ ચાલી રહી છે. અરજદારને પૂછપરછ માટે પોલીસે સમન્સ પાઠવેલું છે. તેમ છતાં તેઓ હાજર રહ્યા નથી, જેથી આ આગોતરા જામીન અરજીને ફગાવવામાં આવે છે.
કંપનીમાંથી કેમિકલની થઈ હતી ચોરી -લઠ્ઠાકાંડ માટે (Botad Latha Kand Case) AMOS કંપનીમાંથી કેમિકલની ચોરી થઈ હતી. સમીર પટેલ આ જ કંપનીના માલિક (AMOS Company Owner Sameer Patel) છે. 2 વાર સમન્સ પાઠવ્યા છતાં પણ સમીર પટેલ હાજર ન રહેતા, તેમને SITએ તેમના નામની લુકઆઉટ નોટિસ જારી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી આગોતરા જામીન (Sameer Patel anticipatory bail application) અરજીમાં રજૂઆત કરાઈ છે કે, તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તેમની કંપનીમાંથી ચોરાયેલા કેમિકલ અંગે તેમને જાણ નથી. તો હવે આ સમગ્ર મામલે 2 દિવસ પછી સુનાવણી હાથ ધરવામાં આવશે.