ગુજરાત

gujarat

ETV Bharat / city

Latthakand Case in Gujarat : લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા ?

બોટાદ લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યની પોલીસ તેમજ બુટલેગરોની (Latthakand Case in Gujarat) નીંદર હરામ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ચાલતી દેશી દારૂની તમામ હાટડીઓ રાતોરાત બંધ હોવાનું લોકમાન્ય છે. તો કેટલાક બુટલેગરો ગુજરાત છોડીને જતા રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. (Botad Latthakand Case)

Latthakand Case in Gujarat : લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા
Latthakand Case in Gujarat : લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા

By

Published : Jul 27, 2022, 3:50 PM IST

અમદાવાદ :બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા રોજીદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 39 લોકોના (Death in Latthakand) મૃત્યુ થયા છે. જેમાં બોટાદના 25 અને ધંધુકાના 11 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે 30થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટના બનતા જ અમદાવાદમાં ચાલતી તમામ દેશી દારૂની હાટડીઓ બંધ કરી દેવામાં આવી છે. બોટાદની ઘટના બાદ(Latthakand Case in Gujarat) પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને દારૂ વેચનાર બુટલેગર સહિતના જવાબદાર લોકોની ધરપકડ કરી છે. આ ઘટનામાં SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને પણ ઘટનાના મૂળ સુધી પહોંચવા કામગીરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :આ રીતે કેમિકલ બન્યું દેશી દારૂ, અને અત્યાર સુધી લીધા 39ના ભોગ

પોલીસના હાથે કશું ન લાગ્યું - સમગ્ર ગુજરાત હચમચાવી દેતી આ ઘટના (Botad Latthakand Case) સોમવારે બની હતી. કથિત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશની પીપળજથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદની PCBની ટીમે અલગ અલગ જગ્યાઓ પર દેશી દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા માટે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં અમદાવાદમાં PCB એ કાગડાપીઠ સહિતના વિસ્તારોમાં સર્ચ કરતા હાથે કશું લાગ્યું ન હતું. લઠ્ઠાકાંડ બાદ તમામ બુટલેગરો જાતે ભૂગર્ભમાં (Bootleggers Underground in Ahmedabad) જતા રહ્યા છે કે તેમને ઉતારી દેવામાં આવ્યા છે તે એક પ્રશ્ન છે, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા જ બુટલેગરને ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા હોય તેવુ લોકમાન્ય પણ છે.

આ પણ વાંચો :લો બોલો, લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની દારૂ પાર્ટી...

બુટલેગરો રફુચક્કર કે શું ? - કથિત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી (Lathtakand Poisoned Liquor Case) જયેશની પીપળજથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી જયેશે એેમોસ કેમિકલ કંપનીમાંથી 600 લીટર મિથેનોલ કેમિકલ પૂરું પાડ્યું હતું. આ મામલે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી હતી. તેવામાં ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ દેશી દારૂનું વેચાણ થતું હોય છે. પૂર્વમાં તો અનેક બુટલેગરો થોડા સમય માટે ગુજરાત છોડીને જ જતા રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે પોલીસની નજરથી કોઈ બચી શકતું નથી તે સહજ વાત છે. તેવામાં બુટલેગરો જાતે ફરાર થયા કે પોલીસે ભગાડી દીધા તે સવાલ ઉભો થયો છે.

ABOUT THE AUTHOR

...view details