ગુજરાત

gujarat

ETV Bharat / city

IRCTC દ્વારા ભારત દર્શન અને યાત્રાળુ ટ્રેનનું બુકિંગ શરૂ - યાત્રાળુ ટ્રેન

કોરોનાવાયરસની બીજી લહેર બાદ IRCTC -ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા રાજકોટથી ત્રણ ભારત દર્શન અને યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ બધી ટ્રેનનું આયોજન કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આયોજિત થશે.

IRCTC દ્વારા ભારત દર્શન અને યાત્રાળુ ટ્રેનનું બુકિંગ શરૂ
IRCTC દ્વારા ભારત દર્શન અને યાત્રાળુ ટ્રેનનું બુકિંગ શરૂ

By

Published : Jul 1, 2021, 8:02 PM IST

● ઓગસ્ટ મહિનામાં શરૂ થશે IRCTCની યાત્રાળુ ટ્રેન

● ભારત દર્શન ટ્રેન સપ્ટેમ્બર મહિનાથી

● મધ્યમવર્ગને પોષાય તેવા ટિકિટના ભાવ


અમદાવાદઃકોરોનાવાયરસની બીજી લહેર બાદ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા રાજકોટથી ત્રણ ભારત દર્શન અને યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા irctc ના રિજનલ મેનેજર વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે, આ બધી ટ્રેનનું આયોજન કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આયોજિત થશે. બધી ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે. જેમાં વચ્ચે આવતા સ્ટેશનોનો સમાવેશ થશે.

રાજકોટથી ત્રણ ભારત દર્શન અને યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે
પેકેજમાં સમાવિષ્ટ સુવિધાઓઆ ટૂર પેકેજમાં નાસ્તો, ભોજન, પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા, સફાઈ કર્મચારી, એનાઉન્સર વગેરેની સુવિધા ઉપલબ્ધ થશે. ટિકિટનું બુકિંગ www.irctctourism.com પરથી થઇ શકશે. મુસાફરો અમદાવાદ, વડોદરા ,સુરત અને રાજકોટમાં irctc ઓફિસ તથા અધિકૃત એજન્ટ પાસેથી બુકિંગ કરાવી શકશે.કોરોના સંક્રમણને લઈને ધ્યાનમાં રાખવાની બાબતોકોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામતી માટે પ્રવાસ શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. તેમજ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોને સેનીટાઈઝ કરવામાં આવશે. ટ્રેનમાં જરૂરી દવા ઉપલબ્ધ હશે અને જરૂર પડે નજીકના સ્ટેશન પર રેલવે ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.જો કોઈ મુસાફર બીમાર પડે તો એક અલગ કમ્પાર્ટમેન્ટની વ્યવસ્થા રહેશે.આ પણ વાંચોઃ ભારત ભ્રમણના શોખીનો માટે રેલવે IRCTC લાવ્યું છે 4 ટૂર પેકેજ


IRCTCના એરટુર પેકેજ
આ ઉપરાંત IRCTC રીજનલ ઓફિસ અમદાવાદ દ્વારા એર ટૂર પેકેજો પણ શરૂ કરવામાં આવ્યા છે. જે આગામી મહિનાના ઓગસ્ટ માસથી માર્ચ દરમિયાન અમદાવાદથી રવાના થશે. તમામ પેકેજમાં હવાઈ મુસાફરી તેમજ રાત્રી રોકાણ માટે થ્રી સ્ટાર હોટલ અને પર્યટન સ્થળોએ લઈ જવા માટે એસી ટ્રાન્સપોર્ટ બસ સામેલ છે. જો કે એર ટ્રાવેલિંગ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત છે અને તે માટે જે તે રાજ્યના અને એરપોર્ટ ઓથોરિટીના નિયમોનું પાલન કરવાનું રહેશે.


કયા-કયા સ્થળો માટે મળશે સેવા
ભારત દર્શન ટ્રેન શિરડી, મહાબળેશ્વર, ગોવા, દક્ષિણ ભારત દર્શન, ગંગા દર્શન જેવા સ્થળોનો સમાવેશ કરે છે. જ્યારે યાત્રાળુ ટ્રેનોમાં ઉત્તર ભારત દર્શન, દક્ષિણ ભારત દર્શન, રામ જન્મભૂમિ તથા છપૈયાનો સમાવેશ થાય છે. આ ટ્રેન અંતર્ગત ઉજ્જૈન,મથુરા હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી, રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરુપતિ ,મૈસૂર, અયોધ્યા, છપૈયા, વારાણસી, પ્રયાગરાજ, શિરડી, નાસીક , પુણે, રામેશ્વરમ પુરી, ગંગાસાગર, કોલકાતા જેવા સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે હવાઈ યાત્રામાં લેહ- લદાખ, અંદમાન, કર્ણાટક, નોર્થ-ઇસ્ટ, સીમલા, મનાલી, કાશ્મીર અને કેરળનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ રૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન

ABOUT THE AUTHOR

...view details