અમદાવાદ- અમદાવાદનાં દાણીલીમડામાં બેરલ માર્કેટ પાસે આવેલ ગોસીયા મસ્જિદ પાસે આવેલ એઝાઝપાર્કનાં મકાન નંબર 18માં બોગસ કોલ સેંટર (Bogus call center in Ahmedabad)ઝડપાયું છે. દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે બેરલ માર્કેટ અને ગોસીયા મસ્જિદ પાસે એઝાઝપાર્કના મકાન નંબર 18 દુર્ગેશ નામનો યુવક બોગસ કોલસેંટર ચલાવે છે.જે અમરેકીન નાગરિકોને લોન (Fraud on the pretext of loans to American citizens)આપવાનાં બહાને તેમની સાથે છેતરપિંડી કરે છે.
આ પણ વાંચોઃ raped Case in Malpur Aravalli : અરવલ્લીના માલપુરમાં 24 વર્ષિય નરાધમે 4 વર્ષની બાળકી પર આકર્યુ દુષ્કર્મ
8 આરોપીઓની ધરપકડ- બાતમીને આધારે દાણીલીમડા પોલીસે (Bogus call center in Ahmedabad) એઝાઝ પાર્કના મકાન નંબર 18માં છાપો મારી કોલસેંટરના સંચાલક દુર્ગેશ પંકજભાઈ ચુનારા(ઉંમર વર્ષ:21) સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જે ઇન્સ્ટ્રુમેન્ટથી અમેરિકન નાગરિકોને ફોન કરી લોન આપવાનાં બહાને (Fraud on the pretext of loans to American citizens) છેતરપીંડી કરતાં તે તમામ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જપ્ત કર્યા હતા. લેપટોપ નંગ-4, મોબાઈલ ફોન નંગ-10, ઇંટરનેટ નો ઉપયોગ કરવા માટે એટલે કે વાઈફાઈ રાઉટર નંઞ-1 જપ્ત કર્યું હતું.
આ રીતે થતી હતી છેતરપિંડી- બોગસ કોલસેંટર (Bogus call center in Ahmedabad) ચલાવનાર જે અમેરિકન નાગરિકોને લોનના બહાને શિકાર (Fraud on the pretext of loans to American citizens) બનાવવામાં આવેલા હોય તેમને જણાવતાં હતાં કે પૈસા ડીપોઝીટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી સક્સેસ ફુલ થતો નથી. તો તમારે એનાં માટે અમારી કંપની વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રાન્જેક્શન કરવાનું રહેશે.જેથી જેથી તમારો ટ્રાન્જેક્શન સ્કોર 700 પોઇન્ટ વધી જશે અને અને લોન તમારા ખાતામાં ડિપોઝિટ પણ થઈ જશે એમ જણાવી વોલમાર્ટ અને ઈ-બે કાર્ડ ખરીદી કરાવી તેમનો ઓટીપી નંબર પ્રાપ્ત કરી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતાં હતાં.
આરોપીઓનાં નામ
(1) દુર્ગેશ પંકજભાઈ ચુનારા, ઉંમર વર્ષ 21
રહે.૯/૪ વનદેવી રો હાઉસ, દેવભૂમિ સોસાયટી ની પાસે સ્મૃતિ મંદિર ઘોડાસર,
(2) મનોજ સત્ય રામ શર્મા ઉંમર વર્ષ 22
રહે. મકાન નંબર 13, રાજહંસ સોસાયટી, શારદા સ્કુલ ની પાસે મોની હોટલના ખાંચામાં ,ઇસનપુર, અમદાવાદ
(3) વિવેક સત્ય પ્રકાશ શર્મા ઉંમર વર્ષ 33