અમદાવાદ ગુજરાતમાં રાજ્ય GST વિભાગને મોટી સફળતા (Ahmedabad Bogus Billing Scam Case) મળી છે. બોગસ બિલના માસ્ટર માઈન્ડ મોહમ્મદ ટાટાની GST વિભાગે ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ અમદાવાદથી ઝડપાયો છે. જૂન 2021થી GST વિભાગની ટીમ તેની તપાસમાં હતી. આરોપી મોહમ્મદ ટાટાએ રૂપિયા 739.29 કરોડના બોગસ બિલ બનાવી 134.98 કરોડની વેરાશાખ મેળવી હતી. જે બાબતને લઈ GST વિભાગની ટીમ વર્ષ 2021થી તેની તપાસમાં હતી. (Bogus bill scammer from Ahmedabad)
134.98 કરોડ રૂપિયાના બોગલ બિલિંગ કૌભાંડનો માસ્ટર માઈન્ડ ઝડપાયો - Bhavnagar GST Office Bogus Billing Scam
અમદાવાદથી બોગસ બિલના કૌભાંડનો મુખ્ય (Bogus bill scammer from Ahmedabad) આરોપી મોહમ્મદ ટાટાની ધરપકડ કરાઈ છે. રૂપિયા 739.29 કરોડના બોગસ બિલ બનાવી 134.98 કરોડની વેરાશાખ મેળવી હતી.(Mohammad Tata arrested GST department)
આરોપીને દબોચવા ટીમ બનાવાઈઆ અગાઉ 10 જેટલા આરોપીઓની બોગસ બીલીંગનો કૌભાંડના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોગસ બિલિંગના કૌભાંડની તપાસ વર્ષ 2021થી (Bogus Billing Scam Mohmand Tata) ચાલી રહી હતી. બોગસ બીલીંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ મોહમ્મદ ટાટાને દબોચવા માટે ત્રણ ડેપ્યૂટી કક્ષાના અધિકારીઓની ટીમ અને છ આસિસ્ટન કક્ષા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જે ટીમે આરોપીને દબોચ્યો હતો. (Mohammad Tata arrested GST department)
કેવી રીતે કૌભાંડ આચરતોબોગસ બીલીંગ કૌભાંડનો માસ્ટર માઇન્ડ મોહમ્મદ ટાટા જરૂરિયાતમંદ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી બોગસ પેઢી રજીસ્ટર કરી કૌભાંડ આચરતો હતો. અત્યાર સુધી 121 બોગસ કંપીનીઓ બનાવી ખોટા બિલ બનાવ્યા હતા. નામ વિના જ માલની હેરફેર કરવામાં આવતી હતી. બિલો ઇશ્યુ કરી ખોટી વેરાશાખ પણ મેળવતા હતા. તેમજ બોગસ પેઢીના એકાઉન્ટમાં જમા થતા રૂપિયા અન્ય બેંક એકાઉન્ટમાં જમા કરી રોકડ ઉપાડી બેનીફીશીયર વેપારીઓને આંગડીયાથી પહોંચાડતો હતો.(Goods and Service Tax)