અમદાવાદ:શહેરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી શેઠ C Lસ્કૂલમાં(Seth C L School in Rakhial) ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો.જેને પગલે ગોમતીપુરની SG પટેલ હાઇસ્કૂલના(SG Patel High School) વિદ્યાર્થી એવા અમાન આરીફ શેખને સરસપુરની શારદાબેન હોસ્પિટલ (Shardaben Hospital in Saraspur)ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
Board Exam 2022: વિદ્યાર્થીને પરીક્ષામાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ - Board Exam 2022
બોર્ડની પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી શેઠ C Lસ્કૂલમાં ધોરણ-12ના કોમર્સમાં ભણી રહ્યો હતો. તે બોર્ડની પરીક્ષાનું એકાઉન્ટનું પેપર(Account Exam in board ) લખી રહ્યો હતો. ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
વિદ્યાર્થીને શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયો -અમાન આરીફ શેખ એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો, ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર(student was on a ventilator) પર રાખવામાં આવ્યો હતો.
પરીક્ષાની શરૂઆતમાં જ ઉલટી થઈ હતી - ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ નામનો વિદ્યાર્થી(Student living in Gomtipur) રખિયાલની C L સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીનાં વાલીનું હોસ્પિટલમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. જ્યારે DEO સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીને અમે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.