- ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
- મહિલા મોરચા દ્વારા કરાયું રક્તદાન શિબિરનું આયોજન
- થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કરાયું રક્તદાનનું આયોજન
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની લહેર બાદ અને બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાઈ છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને લોકોને રક્તદાન કરવા માટે વારંવાર બ્લડ બેન્ક દ્વારા અપીલ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:વાપીના જાણીતા ઉદ્યોગપતિના જન્મદિવસે પરિવારજનોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું
મહિલાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં BJPની તમામ મહિલા હોદ્દેદારો અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ અને ડેપ્યુટી મેયર ગીતા પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ હાજર રહ્યા હતા અને રક્તદાન શિબિરનું શરૂઆત કરાવી હતી. રક્તદાન શિબિર હાલ જરૂરી છે. કારણ કે, જે રીતે કોરોનાના સમયમાં લોકોને પ્લાઝમા થેરાપીમાં બ્લડ સાહિત્યની જરૂરિયાત પડે છે. ત્યારે રક્તદાન ઓછું થઈ ગયું છે.
આ પણ વાંચો:ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં 526 બોટલ રક્ત એકત્ર કરાયું