- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા વધુ બે શખ્સોને ઝડપાયા
- ઇન્જેક્શન 11 હજારમાં લઈને 18 હજાર રૂપિયામાં વેચતા હતા
- પોલીસે બાતમીના આધારે બન્ને આરોપીઓને AEC પાસેથી ઝડપી પડ્યા
અમદાવાદઃ રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાથી તેની કાળાબજારી બેફામ થતી હતી. જેમાં અત્યારસુધી 100 જેટલા લોકોની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં AEC ચાર રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીઓને 12 ઈન્જેક્શન સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે આરોપીઓ કોરોનામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછતનો લાભ લઇ 11 હજારના ભાવે ખરીદી 18 હજારના ભાવે વેચતા હતા.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજાર કરતી મહિલાની ધરપકડ