● પેટા ચૂંટણીને લઈને ભાજપના નેતાઓને પ્રજાનો ઉત્સાહપૂર્વક આવકાર
● કોંગ્રેસે લુખ્ખા તત્વોના સહયોગથી સુરતમાં ભાજપના પ્રચાર વખતે ઈંડા ફેંક્યા
● ભાજપના કોઈ પણ આઈ.ટી.સેલના માણસો કોંગ્રેસમાં જોડાયાં નથી, કોંગ્રેસ જૂઠાંણું ચલાવે છે.
અમદાવાદઃ પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપા સાથે છે ત્યારે હાર ભાળી ગયેલી કોંગ્રેસ એક જવાબદાર રાજકીય પાર્ટીને શોભે નહીં, તેવી નિમ્ન કક્ષાની હરકતો પર ઉતરી આવી છે. ગઈકાલે સુરત ખાતે ઈંડા ફેંકવાની જે ઘટના બની છે તે શરમજનક છે. ભાજપા સાથેની સીધી લડાઈમાં પહોંચી ન શકતી કોંગ્રેસને ચૂંટણીમાં તેનો પરાજય દેખાઈ રહ્યો છે, તેથી લુખ્ખા તત્વો દ્વારા આ પ્રકારના હીન કક્ષાના દુષ્કૃત્યો કરી કોંગ્રેસ વાતાવરણને બગાડવાના કુપ્રયાસો કરી રહી છે.
ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં - પેટાચૂંટણી 2020
ભાજપા મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળાએ આજે ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ' ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, આગામી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, વિધાનસભા પેટાચૂંટણીના ઇન્ચાર્જ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તેમજ પૂર્વ મંત્રી શંકર ચૌધરીના ચૂંટણીલક્ષી પ્રવાસ ચાલું છે. આ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો, ભાજપાના ઉમેદવારો, વિધાનસભા બેઠકોના ઇન્ચાર્જ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સભ્યો, ભાજપા કાર્યકર્તાઓ ઉત્સાહ અને વિજયના આત્મવિશ્વાસ સાથે ચૂંટણી પ્રચારનું કાર્ય કરી રહ્યાં છે.
ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં
●જનતા કોંગ્રેસના બદઈરાદાઓને સમજે છે
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે ગુજરાતમાં જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝઘડાઓ કરાવી, વેરઝેર ફેલાવી, પૈસાના પાવરથી ગુજરાતની શાંતિ ડહોળવાના હીન પ્રયાસો કર્યા હતા.પરંતુ ગુજરાતની શાણી અને સમજુ જનતા કોંગ્રેસના આવાં બદઇરાદાઓને સારી રીતે સમજે છે, જનતા કોંગ્રેસનો કાળો પંજો ક્યારેય ગુજરાતની તિજોરી પર પડવા નહીં દે.