ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન - undefined

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની ત્રિ-દિવસીય કારોબારી કારોબારી બેઠક નર્મદાના કેવડિયા ખાતે પ્રદેશભાજપની કાર્યકારિણી બેઠક યોજાઇ રહી છે.

આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન
આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન

By

Published : Aug 31, 2021, 9:55 PM IST

Updated : Sep 1, 2021, 7:30 AM IST

  • પ્રદેશ ભાજપની કાર્યકારીણી બેઠક કેવડીયામાં
  • રક્ષામંત્રી રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત
  • આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રહેશે ચર્ચા

ન્યૂઝ ડેસ્ક: આજથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ત્રિ-દિવસીય કારોબારી કારોબારી બેઠક નર્મદાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ટેન્ટ સીટી - 02 ખાતે યોજાશે છે. 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ પ્રધાનો, ધારાસભ્યો અને પ્રદેશ ભાજપના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે.

આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન

ભાજપના હોદ્દેદારો ટ્રેનથી જશે કેવડિયા

વહેલી સવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે કેવડીયા જવા રવાના થશે. આ ઉપરાંત આવતીકાલે ગાંધીનગર ખાતે કેબિનેટની મીટિંગ હોવાથી મંત્રીઓ બપોરે મીટિંગ બાદ કેવડીયા જવા રવાના થશે.

શું રહેશે મીટિંગના મુદ્દા

ચોક્કસપણે ગુજરાતમાં આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો કેવી રીતે જીતાય એ મીટિંગનો મુખ્ય એજન્ડા રહેશે. આ ઉપરાંત 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીને લઇને ચર્ચા થશે. 20 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને હાલ સુધીમાં 20 વર્ષ પૂર્ણ થાય છે. તેને લઈને રાજ્યભરમાં ઉજવણીને લઈને કાર્યક્રમના મુદ્દાઓ ચર્ચામાં રહેશે ઉપરાંત ગુજરાત સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો પર ચર્ચા તેમજ વેકસીનેશન પર જોર દેવાશે.

પેપરલેસ મિટિંગ

ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં કેવડિયા ખાતે પ્રથમ મીટિંગ યોજાશે. જે સંપૂર્ણ રીતે પેપરલેસ રહેશે. આ માટે ભાજપના 588 હોદ્દેદારોને ટેબ્લેટ આપવામાં આવશે. આ મીટિંગમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહે અને ગુજરાત ડિઝીટલ કનેક્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કરે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના કેન્દ્રીયપ્રધાન જેમ કે મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ પણ આ સભામાં ઉપસ્થિત રહેશે.

Last Updated : Sep 1, 2021, 7:30 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details