ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022: ભાજપ ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને કરી રહ્યું છે સક્રિય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને આમ આદમી પાર્ટીએ તો તૈયારી બતાવી દીધી છે. ત્યારે હવે ભાજપ પણ ચૂંટણીને લઈને (BJP's Preparations for Assembly Elections) તમામ વિભાગના કાર્યકરોને સક્રિય કરી રહ્યું છે.

Gujarat Assembly Election 2022: ભાજપ ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને કરી રહ્યું છે સક્રિય
Gujarat Assembly Election 2022: ભાજપ ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને કરી રહ્યું છે સક્રિય

By

Published : Apr 5, 2022, 12:35 PM IST

Updated : Apr 5, 2022, 1:22 PM IST

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને કોંગ્રેસ તરફ હજી સુધી કઈ તૈયારી બાબતે પુરતો જોશ જોવા મળી રહ્યો નથી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પા પા પગલી કરી રહ્યું છે જેનું જોર દિલ્હીના મુખ્યપ્રધાને રોડ શો દરમિયાન દર્શાવ્યું હતું. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ભાજપ પણ એક પછી એક કાર્યક્રમમાં પોતાના તમામ વિભાગના (BJP's Preparations for Assembly Elections) કાર્યકરોને સક્રિય કરી રહ્યું છે.

આ પણ વાંચો :BJP On Naresh Patel : જે પોતે સક્ષમ ના હોય તે બીજાને હાયર કરે : જીતુ વાઘાણી

સક્રિય કાર્યકરોનું સંમેલન -દિવાળીમાં સ્નેહમિલન કાર્યક્રમ બાદ 2022ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મહાનગરના 10,000 જેટલા સક્રિય કાર્યકરોનું સંમેલન 5 એપ્રિલે યોજાવા જઇ રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભાજપના (BJP's Programs Regarding Elections) એક કરોડથી વધુ નોંધાયેલા સભ્યો છે. ચૂંટણીઓમાં સક્રિય સભ્યો જ કાર્ય કરતા હોય છે. ત્યારે આ સક્રિય સભ્યોને આ સંમેલનથી જુસ્સો મળશે.

આ પણ વાંચો :BJP Central Zone Meeting : PM Modiના દાહોદ પ્રવાસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાશેઃ પાટીલ

કાર્યક્રમમાં કોણ રહેશે હાજર ? -આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, અમદાવાદ શહેરના અધ્યક્ષ અમિત શાહ, અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો અને હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલે પણ રોડ શો(AAP's Preparations for Assembly Elections) દરમિયાન ગુજરાત જીતવાનો લલકાર કર્યો હતો. જેને લઈને હવે ભાજપ પણ તમામ ક્ષેત્રના કાર્યકરોને સક્રિય કરી રહ્યું છે.

Last Updated : Apr 5, 2022, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details