ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાને કારણે 21 અને 22 નવેમ્બરે યોજાનારી ભાજપની ચિંતન બેઠક રદ - સીએમ વિજય રુપાણી

દિવાળીના તહેવારોના કારણે ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ વકરી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ 21 અને 22 નવેમ્બરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનારી ચિંતન બેઠક રદ કરી છે.

કોરોનાને કારણે 21 અને 22 નવેમ્બરે યોજાનાર ભાજપની ચિંતન બેઠક રદ
કોરોનાને કારણે 21 અને 22 નવેમ્બરે યોજાનાર ભાજપની ચિંતન બેઠક રદ

By

Published : Nov 20, 2020, 1:35 PM IST

● કોરોનાને કારણે ભાજપની ચિંતન બેઠક રદ

● 21 અને 22 નવેમ્બરે યોજાનારી હતી ચિંતન બેઠક

● ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં યોજાવાની હતી બેઠક

અમદાવાદઃ દિવાળી તહેવારોના દિવસો બાદ કોરોના વિસ્ફોટને લઇને સમગ્ર તંત્ર દોડાદોડીમાં લાગી ગયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સમયાંતરે યોજાતી ચિંતન બેઠકના આયોજન પર પણ કાલે અવઢવ સર્જાઈ હતી જેનો નિર્ણય આજે લેવાઈ ગયો છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને પાર્ટીની ચિંતન બેઠકને રદ જાહેર કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનાર ચિંતન બેઠક રદ
ભાજપ દ્વારા સમયાંતરે યોજાય છે, ચિંતન બેઠકભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપમાં સમયાંતરે ચિંતન બેઠક કરવાની પરંપરા છે. જેની અંદર પ્રજાલક્ષી, સંગઠનલક્ષી અને ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. 21 અને 22 નવેમ્બરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ ચિંતન બેઠક યોજાવાની હતી. ● મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના હોદ્દેદારો રહેવાના હતા ઉપસ્થિતઆ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતીશ વિશેષ ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણીયા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ કોરોનાને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે.કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ભવિષ્યમાં આ બેઠકોનું ફરી આયોજન કરાશે.

ABOUT THE AUTHOR

...view details