ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપનો 42મો સ્થાપના દિવસ, જાણો દેશના સૌથી મોટા પક્ષ બનવા સુધીની BJPની સફર - ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ

ભારતીય જનતા પક્ષ આજે 42માં સ્થાપના (BJP's 42nd Founding Day) દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભાજપ એટલે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી એટલે ભાજપ. ભાજપ આજે વિશાળ પાર્ટી બની ગઈ છે. પાયાના કાર્યકરોની મહેનત સાથે ભાજપ કેન્દ્રમાં અને અનેક રાજ્યોમાં સત્તાસ્થાને છે. ભાજપના સ્થાપના દિવસે જાણો જાણીઅજાણી વાતો.

ભાજપનો 42મો સ્થાપના દિવસ, જાણો દેશના સૌથી મોટા પક્ષ બનવા સુધીની BJPની સફર
ભાજપનો 42મો સ્થાપના દિવસ, જાણો દેશના સૌથી મોટા પક્ષ બનવા સુધીની BJPની સફર

By

Published : Apr 6, 2022, 6:30 AM IST

Updated : Apr 6, 2022, 10:46 AM IST

અમદાવાદ:ભારતીય જનતા પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારબાદ ગુજરાતના નરેન્દ્ર મોદી રાજકીય ફલક પર ઉભરીને આવ્યા, ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી ભાજપનો એજન્ડા વિકાસ બની ગયો અને ગુજરાત મોડલ દેશ અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું હતું.

2014માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી- વાયબ્રન્ટ ગુજરાત (vibrant gujarat global summit), પતંગોત્સવ (patang utsav in gujarat), નવરાત્રી, નર્મદા ડેમ, રિવરફ્રન્ટ (sabarmati riverfront ahmedabad), સરદાર પટેલનું 182 મીટર ઊંચું સ્ટેચ્યૂ (statue of unity gujarat), વિદેશી રોકાણ વગેરે બાબતોમાં ગુજરાત નંબર વન બન્યું. નરેન્દ્ર મોદી ગુજરાત પછી દેશના નેતા બન્યા અને ભારતીય જનતા પક્ષ નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં ચૂંટણી લડ્યો અને 2014માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યો. 2019માં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2019) થઈ તેમાં પણ 2014 કરતાં વધુ બેઠકો મળી હતી અને સત્તામાં ભારતીય જનતા પક્ષ રહ્યો છે.

1951માં ભારતીય જનસંઘની સ્થાપના-ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1951માં શ્યામાપ્રસાદ મુખરજીએ ભારતીય જનસંઘની સ્થાપના (Establishment of Bharatiya Jana Sangh) કરી હતી. 1977માં ભારતીય જનસંઘનું ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયું. તે વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપીને મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી હતી.

1980માં ભારતીય જનતા પક્ષ રચાયો-1980માં જનતા પાર્ટીમાં સામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની રચના કરી હતી. ત્યાર પછી 1984માં લોકસભાની ચૂંટણી (1984 Lok Sabha elections)માં પ્રથમ વખત ભાજપને 2 બેઠક મળી હતી. 1989માં નવમી લોકસભાની ચૂંટણીમાં કુલ 88 બેઠક પર જીત મેળવીને ભાજપ પક્ષ તરીકે રાષ્ટ્રીય ફલક પર ઉભરીને આવ્યો હતો. તે વખતે નેશનલ ફ્રન્ટને બહારથી ટેકો આપ્યો હતો.

1996માં પહેલી ભાજપની સરકાર-1990માં રામજન્મભૂમિ આંદોલન થયું ત્યારે લાલકૃષ્ણ અડવાણીને જેલ થઈ અને ભાજપે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. 1996માં અગીયારમી લોકસભાની ચૂંટણીમાં કુલ 545 બેઠકોમાંથી ભાજપને 141 બેઠક મળી અને તે વખતે ટેકો લઈને વાજપેયી વડાપ્રધાન બન્યા હતા. 271 સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપી દીધું હતું અને પછી વિપક્ષમાં બેઠા હતા.

આ પણ વાંચો:Sakriya BJP Sammelan Gujarat: મિશન 2022 ગુજરાતને લઈ ભાજપનું પ્રથમ ચરણ શરૂ, અમદાવાદમાં સક્રિય સંમેલનમાં જોડાયા 1.39 લાખ કાર્યકર્તાઓ

વાજપેયી વડાપ્રધાન બન્યા- 1998માં બારમી લોકસભાની ચૂંટણીમાં કુલ 545 બેઠકોમાંથી ભાજપને 182 બેઠકો મળી હતી. ટેકા સાથે એનડીએ સરકાર સત્તામાં આવી અને વાજપેયી ફરીથી વડાપ્રધાન બન્યા હતા. આમ ભાજપના ઉદયમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પાયાના પત્થર બન્યા હતા. 2004માં વાજપેયીની આગેવાની અને 2009માં લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી ન મળી.

2014થી ભાજપ બહુમતી સાથે સત્તા સ્થાને છે- 2014માં સોળમી લોકસભાની ચૂંટણી પ્રચારની નરેન્દ્ર મોદીએ કમાન સંભાળી હતી અને કુલ 543 બેઠકમાંથી ભાજપ(એનડીએ) 282 બેઠક પર જીત મેળવી હતી, જે સ્પષ્ટ બહુમતી કરતાં વધારે છે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા અને 2019માં સત્તરમી લોકસભાની ચૂંટણી યોજાઈ, જેમાં કુલ 543માંથી ભાજપ(એનડીએ)ને 303 બેઠકો પર જીત મળી. ફરીથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા. આમ, પાછલા 42 વર્ષમાં ભાજપનો ઉદય થયો અને સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા સ્થાને પહોંચ્યો છે. આજે ભાજપ રાષ્ટ્રીય ફલક પર સૌથી મોટો પક્ષ (largest political party in India) બની ચુક્યો છે. સામે વિપક્ષનું નામોનિશાન રહેવા દીધું નથી.

આ પણ વાંચો:Gujarat Assembly Elections 2022 : આઝાદીના નામે રાજકીય પક્ષોની ચૂંટણીપ્રચાર યાત્રાની રણનીતિ જાણો

હાલ 18 રાજ્યોમાં ભાજપની સત્તા- હાલ ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર સહિત 18 રાજ્યોમાં ભાજપ અને તેના ગઠબંધનની સરકાર છે. દેશની 50 ટકા વસ્તી આ રાજ્યોમાં વસે છે. એટલે, દેશની અડધી વસ્તી ધરાવતાં રાજ્યોમાં ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી 2014માં ભારતના વડાપ્રધાન બન્યા પછી દેશના 7 રાજ્યોમાં ભાજપ અને સાથી પક્ષની સરકાર હતી. તેમાંથી 5 રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાન હતા. દેશના 14 રાજ્યોમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સરકાર હતી.

વિકાસનો પર્યાય બન્યો ભાજપ-2018માં 21 રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગી પક્ષની સરકાર છે. આમ ભાજપના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉદય (Rise of the Bharatiya Janata Party)ની વાત જાણી. છેલ્લા 42 વર્ષમાં આવેલી ચડતીપડતીની વાત પણ કરી. હાલ, ભાજપ હિન્દુત્વવાદી વિચારસરણી અને વિકાસના એજન્ડા પર કામ કરી રહ્યું છે. લાખો-કરોડો કાર્યકરોની મહેનતથી ભારતીય જનતા પક્ષ દેશનો સૌથી મોટો પક્ષ બની ગયો છે. જેથી દેશની પ્રજા ભાજપ તરફ વળી છે. સામે પક્ષે કોંગ્રેસ મજબૂત રહી નથી, ડૂબતી નાવમાંથી અનેક નેતાઓ ઉતરીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ પક્ષ હાલ સતત હારનો સામનો કરી રહ્યો છે. સામે ભાજપ એટલું જ મજબૂત બનતું જઈ રહ્યું છે.

Last Updated : Apr 6, 2022, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details