અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે ભાજપ કાર્યકરોમાં પણ ફેલાવા લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર ઉમાબેન ગાંધીની ઉંમર 52 વર્ષ છે. તેઓ મણિનગરના ગુરુજી ઓવરબ્રિજના છેડે તુલસીકુંજ સોસાયટીમાં રહે છે. તેઓ કોરોના મહામારી દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા હતા જેથી તેઓ કોરોના સંક્રમિત થતા તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર ભાજપના વધુ એક હોદ્દેદાર કોરોનાથી સંક્રમિત થયા - BJP mahila morcha
અમદાવાદમાં ભાજપના વધુ એક હોદ્દેદારનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રધાન ઉમાબેન ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને SVP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
અમદાવાદ શહેર ભાજપના વધુ એક હોદ્દેદાર કોરોનાથી સંક્રમિત થયા
આ અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરોએ તેઓ જલ્દી સ્વસ્થ થઈ પરત ફરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.