ગુજરાત

gujarat

ETV Bharat / city

BAPS સંસ્થાના વડા મહંત સ્વામીને જન્મદિને શુભેચ્છા પાઠવતું ભાજપ - પ્રમુખસ્વામી મહારાજ

બોચાસણ નિવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય મહંત સ્વામી મહારાજના 87મા જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મુખ્ય પ્રવકતા ભરત પંડ્યાએ તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી.

87th Birthday of Acharya Mahant Swami Maharaj
આચાર્ય મહંત સ્વામી મહારાજનો 87મો જન્મદિવસ

By

Published : Sep 13, 2020, 5:33 PM IST

અમદાવાદઃ બોચાસણ નિવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય મહંત સ્વામી મહારાજનો 87મો જન્મદિવસ છે. તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે થયો હતો. તેમનું મૂળનામ વિનુભાઈ પટેલ છે. તેમના પિતાનું નામ મણિભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબેન પટેલ છે. મહંત સ્વામીએ પોતાનો શાળાકીય અભ્યાસ ખ્રિસ્તી શાળામાંથી પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ આણંદની કૃષિ યુનિવર્સીટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ પોતાના કોલેજ કાળમાં યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા અને તેમના સાન્નિધ્યમાં યાત્રા કરવા તેમજ રહેવા લાગ્યા.

BAPS સંસ્થાના વડા મહંત સ્વામીને જન્મદિને શુભેચ્છા પાઠવતું ભાજપ
પ્રમુખસ્વામી મહારાજે પોતાના નિર્વાણ પહેલા મહંત સ્વામીને પોતાના અનુગામી નીમ્યા હતા. પ્રમુખ સ્વામીના બાદમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રમુખ પદ મહંતસ્વામીએ સ્વીકાર્યું છે. સમગ્ર ગુજરાત અને ભારતમાં સ્વામીનારાયણ ધર્મને પાળનારા લાખો લોકો છે. આ ઉપરાંત વિદેશોમાં પણ સ્વામિનારાયણ સંસ્થાનના પ્રસિદ્ધ મંદિરો અને ઘણા ભક્તો રહેલા છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
રવિવારના રોજ મહંત સ્વામીના જન્મદિને ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મુખ્ય પ્રવકતા ભરત પંડ્યાએ તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી. બીજી તરફ ઘણા ભક્તોએ પોતાના ઘરેથી અને વિદેશોમાંથી પણ ઈન્ટરનેટના માધ્યમથી પ્રમુખસ્વામીનો જન્મદિન ઉજવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details