ખેડૂતોને કેન્દ્રીય કૃષિ બિલ અંગે સમજ આપવા આગામી સમયમાં ભાજપ ખાટલા સભા યોજશે - સેન્ટ્રલ એગ્રિકલ્ચર બિલ
આઝાદી બાદના સૌથી મોટા કૃષિ વિષયક સુધારાના 3 વિધેયકો સંસદમાંથી પસાર થઈ ચૂક્યાં છે. તેને રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી છે. ત્યારે આ બિલોને લઇને ખેડૂતોમાં તેમ જ વિરોધ પક્ષોમાં ખાસ્સો આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિણામે સમગ્ર દેશમાં આ બિલને પરત ખેંચવા સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યો છે. ત્યારે સત્તા પક્ષ ભાજપ દ્વારા પોતાની સરકાર દ્વારા લાવવામાં આવેલ આ બિલને લઇને ખેડૂતોને સમજાવવા માટેની પ્રક્રિયા આગામી સમયમાં કરવામાં આવશે.
ખેડૂતોને કેન્દ્રીય કૃષિ બિલ અંગે સમજ આપવા આગામી સમયમાં ભાજપ ખાટલા સભા યોજશે
અમદાવાદઃ ખેડૂત બિલનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ત્યારે ભાજપ એક્શન મોડમાં આવી ગયો છે. આગામી ઓક્ટોબર મહિનામાં ભાજપના કાર્યકરો અને કૃષિ મોરચાઓ દ્વારા હવે આગામી દિવસોમાં કૃષિ બિલ અંગે સમજ આપવા ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજવામાં આવશે. બૂથ લેવલ સુધી ખાટલા બેઠક યોજીને બિલ અંગે ચર્ચા કારવામાં આવશે. ભાજપના સાંસદ,ધારાસભ્યો અને કાર્યકરો પણ ગામડે ગામડે કૃષિ બિલ અંગે ચર્ચા કરશે.