ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ અનુસુચિત જાતિના વિધાર્થીઓની સ્કોલરશીપ વધારાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતું ભાજપ

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની 'પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ'ની રકમમાં વધારો કર્યો છે. જેને ભાજપે આવકાર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રદેશ કાર્યાલય ખાતેથી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની 'કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ' એ અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની રકમ 1100 કરોડથી વધારીને 60 હજાર કરોડ જેટલી કરી છે.

અનુસુચિત જાતિના વિધાર્થીઓની સ્કોલરશીપ વધારાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતું ભાજપ
અનુસુચિત જાતિના વિધાર્થીઓની સ્કોલરશીપ વધારાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતું ભાજપ

By

Published : Jan 6, 2021, 8:39 PM IST

Updated : Jan 6, 2021, 8:58 PM IST

  • કેન્દ્ર સરકારે દેશમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની 'પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ' ની રકમમાં કર્યો વધારો
  • કુલ રકમ રૂપિયા 1100 કરોડથી વધારીને રૂપિયા 60,000 કરોડ કરી
  • અનુસુચિત જાતિના વિધાર્થીઓને થશે લાભ
  • પ્રદેશ ભાજપે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો

અમદાવાદઃ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની 'પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ'ની રકમમાં વધારો કર્યો છે. જેને ભાજપે આવકાર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રદેશ કાર્યાલય ખાતેથી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની 'કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ' એ અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની રકમ 1100 કરોડથી વધારીને 60 હજાર કરોડ જેટલી કરી છે. આ માતબર રકમથી અનુસૂચિત જાતિના એવા વિધાર્થીઓ જે આર્થિક સંકડામણને કારણે પ્રતિભાશાળી હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અસમર્થ હતા. તેમના માટે શિક્ષણના દ્વાર ખુલશે.

બાબાસાહેબ આંબેડકરના શિક્ષણ અને સામાજિક ન્યાય અંગેની દ્રષ્ટિ મૂર્તિમંત

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્ણયથી ખરા અર્થમાં બાબાસાહેબ આંબેડકરના શિક્ષણ અને સામાજિક ન્યાય અંગેની દ્રષ્ટિને મૂર્તિમંત કરાશે. આવનારા 5 વર્ષમાં દેશના 4 કરોડથી વધુ અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે અને તેઓ આધુનિક શિક્ષણ મેળવશે.

SC મોરચાના સાંસદ અને પ્રધાનો ઉપસ્થિત રહ્યાં

આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રધાન ઇશ્વર પરમાર, સાંસદ કિરીટ સોલંકી, સાંસદ વિનોદ ચાવડા, શંભુનાથ ટુંડિયા, પ્રવક્તા ભરત ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અનુસુચિત જાતિના વિધાર્થીઓની સ્કોલરશીપ વધારાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતું ભાજપ
Last Updated : Jan 6, 2021, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details