ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની પરીક્ષા યોજાય હતી, પરંતુ 10 ડિસેમ્બરના દિવસે જ પેપર લીક (Head clerk paper leak) થયા હોવાના પોલીસને પુરાવા મળ્યા છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને પદ પરથી ખસેડવા જોઈએ તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન (AAP protest at kamalam) કરવામાં આવ્યો હતો અને અંદર ઘૂસીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જેમાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. અંતે હવે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પોલીસે 500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ કરી છે, જેમાં 70 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
70 લોકોની ધરપકડ
ફરિયાદ બાબતે ગાંધીનગર જિલ્લા એસ.પી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, આશરે 500 લોકોનું ટોળું ભાજપ કમલમ ખાતે વિરોધ કરવા પહોંચ્યું હતું અને ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ મેળવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે હસમુખ પટેલ, નિખિલ સવાણી, ગોપાલ ઇટાલીયા, ઈસુદાન ગઢવી (FIR Against Isudan Gadhvi)અને દિલ્હીથી આવેલ રામકથા શિવકુમાર પર નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કાવતરા પૂર્વ હુમલો કરવા અલગ-અલગ જગ્યાએથી માણસોને બોલાવીને કમલમ ખાતે ગેટ તોડીને અંદર પ્રવેશ્યા હોવાની વિગતો મુકવામાં આવી છે.
આ પણ વાંચો:CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા