અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીઓનો (Gujarat Assembly Election 2022)માહોલ જામી ચૂક્યો છે. વધતી ગરમીની સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ તરીકે આમ આદમી પાર્ટી (BJP VS AAP )ઉભરી રહી છે. થોડા દિવસો અગાઉ ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Gujarat Education Minister Jitu Vaghani )દિલ્હીના શિક્ષણના વખાણથી વ્યથિત થઈને ન કરવાનું નિવેદન આપ્યું હતું. સમગ્ર ગુજરાત સહિત ભારતમાં તેના પડઘા પડ્યા હતાં.
ભાજપના દિલ્હીના સાંસદોએ દિલ્હીના શાળાઓની હાલત વિશે જણાવ્યું મનીષ સિસોદિયાના ગુજરાતમાં ધામા-અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન થોડા દિવસ અગાઉ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. જીતુ વાઘાણીના નિવેદન મુદ્દે દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia in Gujarat )આજે ગુજરાત આવીને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તાર ભાવનગરમાં આવેલી સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતમાં અને ખાસ કરીને જીતુ વાઘાણીના મતવિસ્તારમાં સરકારી શાળાઓની દયાજનક પરિસ્થિતિનો (Schools plight in Gujarat ) ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચોઃ વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની શાળાની સ્થિતિ જોઇને દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત
શું કહ્યું મનીષ સિસોદિયાએ ? - મનીષ સિસોદિયાએ ભાવનગરમાં બે સરકારી શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમને જણાવ્યું હતું કે, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં છે. પરંતુ શાળાઓમાં શૌચાલયની વ્યવસ્થા નથી. પીવાના પાણીની વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચ નથી. જર્જરિત વર્ગખંડો (Schools plight in Gujarat )છે. મારી મુલાકાત પહેલા સરકારે બધું સારું દેખાય તેવા પ્રયત્ન કર્યા છે, પરંતુ તે નિષ્ફળ નીવડયા છે. કરોળિયાના જાળાથી વર્ગખંડો ભરાયેલા છે. શિક્ષકો અને સ્માર્ટ બોર્ડ પણ બહારથી લાવવામાં આવ્યા છે.
ભાજપના સાંસદોએ આમ આદમી પાર્ટીની પોલ ખોલવા પ્રયત્ન કર્યો ? - મનીષ સિસોદિયાએ ગુજરાત મોડલ પર પ્રહાર કરતા ભાજપના દિલ્હીના સાંસદોએ પણ આમ આદમી પાર્ટીની પોલ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપના સાંસદ પ્રવેશ વર્મા દિલ્હીમાં પંડવાલા ખૂર્દ ખાતે આવેલી એક સરકારી શાળામાં પહોંચ્યા (Schools plight in Delhi )હતા. ત્યાં જઈને તેમણે જણાવ્યું હતું કે, અહીંયા ફક્ત એક સારું હોર્ડિંગ દિલ્હી સરકારનું મારવામાં આવ્યું છે. દિલ્હી સરકાર કરોડોના ખર્ચે દિલ્હીમાં અને ભાજપ શાસિત રાજ્યોમાં પોતાની વાહવાહી કરવા વિજ્ઞાપન આપે છે. કહેવાતી સ્કિલ યુનિવર્સિટીમાં કોઈ યુનિવર્સિટી જ નથી. આ શાળાનું બાંધકામ 1980 માં થયું છે. તે જર્જરિત થઇ ચૂકી છે છતાં બાળકો તેમાં ભણે છે. સિસોદિયાએ પહેલા દિલ્હીની શાળાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ.
ભાજપ સાંસદઃ સિસોદિયાએ પહેલા દિલ્હીની શાળાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ આ પણ વાંચોઃ Sisodia Press Conference Gujarat: ભાવનગરની સરકારી શાળાની મુલાકાત બાદ સિસોદિયાએ જે કહ્યું તેનાથી ભાજપની બોલતી બંધ થઈ જશે!
દિલ્હીમાં સરકારી શાળાની હાલત ગુજરાત જેવી -દિલ્હીના વધુ એક સાંસદ રમેશ બીધુરી દક્ષિણ દિલ્લી લોકસભાની એક શાળામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, શાળાના દરવાજા તૂટેલા છે. શાળાની દીવાલ પર પાનની પિચકારીઓ લાગેલી છે. બારીઓ પણ Schools plight in Delhi તૂટેલી છે. આ દિલ્હી સરકારની સ્માર્ટ સ્કૂલનું મોડલ છે.
મોહલ્લા ક્લિનીક પર પ્રહાર - અરવિંદ કેજરીવાલની સરકારમાં સ્માર્ટ શાળાઓ, મોહલ્લા ક્લિનિક, મફત વીજળી અને પાણી જેવી સુવિધાઓની જાહેરાત માધ્યમોથી થઈ રહી છે. ત્યારે ભાજપે મોહલ્લા ક્લિનિક ઉપર પણ નિશાન તાક્યું હતું. જેમાં મોહલ્લા ક્લિનિક ગધેડાઓનું આશ્રયસ્થાન Schools plight in Delhi બન્યું છે. તેવો એક ફોટો પણ જાહેર કર્યો હતો. જો કે આ ફોટો વર્ષ 2018નો એટલે કે જૂનો હોવાનું સાબિત થયું છે.
સોશિયલ મીડિયાબન્યુ કીચડ ઉછાળવાનો મંચ- જીતુ વાઘાણીના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી બેક ફૂટ પર આવી ગઈ છે, એવું ખુદ ભાજપના કાર્યકરો સ્વીકારી રહ્યા છે. જો કે દિલ્હી અને ગુજરાત બંને જગ્યાએ શાળાઓમાં ખસ્તા હાલત છે, તેવા ફોટાઓ બન્ને પાર્ટીના સમર્થકો ફેરવી રહ્યા છે. પરંતુ ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022)જોતા બંને પાર્ટીઓ (BJP VS AAP )એકબીજા ઉપર કીચડ ઉછાળવામાં વ્યસ્ત છે.