- કાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ
- ભાજપ આ દિવસને સમર્પણ દિવસ તરીકે ઉજવે છે
- ભાજપના ઉમેદવારો સમર્પણ પ્રતિજ્ઞા લેશે
અમદાવાદઃ જનસંઘ તથા ભાજપના કર્તાહર્તા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ગુરૂવારે પુણ્યતિથિ છે. તે દિવસને ભાજપ 'સમર્પણ દિવસ' તરીકે ઉજવે છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ભાજપના દરેક ઉમેદવાર પોતાના જિલ્લા મહાનગરમાં એક સાથે પોતાની જાતને પ્રજાલક્ષી કાર્યો માટે સમર્પિત કરવાનો સંકલ્પ લેશે.
કાંકરિયા ખાતે ભવ્ય કાર્યક્રમ
11 ફેબ્રુઆરીના સવારે 10 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના 192 ઉમેદવારો ઉપસ્થિત રહીને કાંકરિયા ખાતે સમર્પણ સંકલ્પ લેશે. જ્યારે અન્ય જિલ્લાના ઉમેદવારો તેમાં વર્ચ્યુઅલી જોડાશે.
સમર્પણ સંકલ્પ શું?
પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પોતાનું જીવન દેશ અને અંત્યોદય વર્ગના લોકો માટે સમર્પિત કર્યું હતું. ભાજપના ઉમેદવારો પણ ચૂંટાઇને નાગરિકો માટે પોતાના જીવનના 05 વર્ષ લોકો માટે સમર્પિત કરે તે અંગે શપથ લેવાશે.
ભાજપ આ દિવસને સમર્પણ દિવસ તરીકે ઉજવે છે