ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાતને ભાજપે રાજકીય સ્ટંટ ગણાવ્યો

જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી જાણે કેન્દ્રમાં અને ગુજરાતમાં વિપક્ષ હોય જ નહીં તેવો માહોલ ઉભો થયો હતો. પરંતુ લોકડાઉનમાં શ્રમિકોને પડી રહેલી તકલીફો અને તેમની પાસેથી વસૂલવામાં આવેલું ટ્રેનના ભાડાના મુદ્દાને સોનિયા ગાંધી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે.

BJP
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા

By

Published : May 26, 2020, 8:42 PM IST

અમદાવાદઃ આજે દરેક મુદ્દા પર કોંગ્રેસ સરકાર સામે શિંગડા ભરાવી રહી છે. આજે ગુજરાતના લોકોને ખબર પડી રહી છે કે, ગુજરાતમાં પણ કોઈ વિરોધ પક્ષ છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાઈરસને લઈને રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વ્યવસ્થ્યઓને લઈને કરેલી ટકોરના સંદર્ભે ગુજરાત સરકારને ઘેરવા કોંગ્રેસના ગુજરાતના નેતાઓ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ વાતને ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ એક રાજકીય સ્ટંટ ગણાવી હતી. તેમણે કોંગ્રેસની પ્રવૃત્તિઓને કોરોના વોરિયર્સ માટે હતાશા જનક બતાવી હતી.

ભાજપે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાતને રાજકીય સ્ટંટ ગણાવ્યો

બીજી તરફ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટર પર ધમણ-1 વેન્ટિલેટરને લઈને ભાજપ પર જે પ્રહારો કર્યા હતા. તેના સંદર્ભમાં ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પરેશ ધાનાણી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલ ફોટો ધમણ-1 વેન્ટિલેટર માટેના ઓર્ડર નથી. પરંતુ ક્વોટેશન છે.

SSG હોસ્પિટલ વડોદરા

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસને જણાવ્યું છે કે, કોરોનાની આ મહામારીમાં કોંગ્રેસે રાજકીય આક્ષેપો પ્રતિઆક્ષેપોથી ઉપર આવીને એકબીજાને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ.

પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલ ફોટો ધમણ-1 વેન્ટિલેટર

ABOUT THE AUTHOR

...view details