ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને આવકારતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા

ગુજરાત ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ગેરકાયદેસર રીતે જમીનને હડપ કરનારાના તત્વો સામે કડક કાયદાકિય જોગવાઈ કરતા કાયદાને આવકારતા જણાવ્યું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં ભાજપ સરકાર જનહિતની અનેક યોજનાઓ, પગલાઓ અને નિર્ણયો સતત લેતી આવી છે. આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને આવકારતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા
ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને આવકારતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા

By

Published : Dec 16, 2020, 6:50 PM IST

  • ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ આવકાર્યો
  • જમીન ભૂમાફિયાઓને 10થી 14 વર્ષની જેલ, જમીનની જંત્રી મુજબની રકમ શિક્ષાત્મક રીતે વસુલાત થશે
  • છેલ્લી વિધાનસભામાં લવાયો હતો કાયદો
  • લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટથી સામાન્ય ખેડૂત, સામાન્ય માણસ, જાહેર ટ્રસ્ટ કે ધાર્મિક ટ્રસ્ટની જમીનો સુરક્ષિત થશેઃ ભરત પંડ્યા

અમદાવાદઃ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ ગેરકાયદેસર રીતે જમીનને હડપ કરનારાના તત્વો સામે કડક કાયદાકિય જોગવાઈ કરતા કાયદાને આવકારતા જણાવ્યું કે, લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટથી સામાન્ય ખેડૂત, સામાન્ય માણસ, જાહેર ટ્રસ્ટ કે ધાર્મિક ટ્રસ્ટની જમીનો સુરક્ષિત થશે. તેમને રક્ષણ, સુરક્ષા અને શાંતિ મળશે. તેમજ જમીન ભૂમાફિયાઓમાં ફફડાટ ઊભો થશે, આવા તત્વોને 10થી 14 વર્ષની જેલની સજા થશે અને જમીનની જંત્રીની કિંમત મુજબની કુલ રકમ શિક્ષાત્મક રીતે વસુલ કરવામાં આવશે. આ નિર્ણયનો કડક અમલ કરવા માટે દરેક જિલ્લાઓમાં વિશેષ અદાલત ઊભી કરીને તેમા એક સરકારી વકિલની નિમણુક કરવામાં આવશે.

ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને આવકારતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા

જમીન સુરક્ષાને લઈને આ કાયદાથી ભુ-માફિયાઓ અંકુશમાં આવશે

જમીનની સુરક્ષાના સંદર્ભમાં લેવાયેલ નિર્ણયથી ભૂમાફિયાઓ તેમજ તેમને પ્રોત્સાહન પૂરા પાડતા તત્વો તેમજ ખરીદનાર અને વેચનારાઓ સામે આ કડક કાયદો લાગુ પડશે.

છેલ્લી વિધાનસભામાં લવાયો હતો કાયદો

ઉલ્લેખનીય છે કે, આ કાયદો છેલ્લી મળનારી વિધાનસભામાં ઘડાયો હતો અને હવે તેની અમલવારી શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details