રાજયસભાની ચૂંટણી સંદર્ભમાં કોંગ્રેસના જૂઠાં આક્ષેપો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા ભરત પંડ્યા - કોંગ્રેસ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં નવા વળાંકો આવ્યાં છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. જ્યારે ભાજપે એનસીપી અને બીટીપીના ધારાસભ્યો તેમને સમર્થન આપશે તેવો દાવો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ભાજપ પર તોડજોડની રાજનીતિ રમવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

અમદાવાદ: ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને પોતાની હાર દેખાઈ રહી છે તેથી ખોટા આક્ષેપો કરી રહી છે. આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી છે. ખરેખર તો કોંગ્રેસે બીજા પર આક્ષેપ કર્યા પહેલાં પોતાના ઘરમાં શુ રંધાઈ રહ્યું છે, તે જાણવું જોઈએ. ભરત પંડ્યા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે અપાયેલા લૉકડાઉન દરમિયાન કોંગ્રેસે ક્યાંય પણ સેવા કરી નથી, ત્યાં પણ તે ગંદી રાજનીતિ રમતી રહી છે. ત્યારે હવે સરકાર પર અને ભાજપ પર આક્ષેપો કરવાનો કોઈ અર્થ રહેતો નથી. પ્રજા કોંગ્રેસની સચ્ચાઇ જાણી ચૂકી છે.