ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ સંજય રાઉતનું નિવેદનને વખોડી કાઢ્યું - દ્વેષ

શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેમણે અમદાવાદને મીનિ પાકિસ્તાન ગણાવ્યું છે. કંગના રનૌતને પડકાર ફેંકવા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઈની હિંમત છે કે, અમદાવાદને મિનિ પાકિસ્તાન કહી શકે? આ બાબતે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ સંજય રાઉતની ટીકા કરી હતી.

ભરત પંડ્યા
ભરત પંડ્યા

By

Published : Sep 6, 2020, 11:21 PM IST

અમદાવાદઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કંગના રનૌતે મુંબઈની સરખામણી POK સાથે કરતું નિવેદન આપ્યું હતું. આ મામલે સંજય રાઉતે કંગના રનૌતને ધમકી આપી હતી કે, મુંબઈમાં પગ મૂકીને તો બતાવે. આ મુદ્દે મીડિયાએ સંજય રાઉતને સવાલ પૂછ્યો ત્યારે સંજય રાઉતે મીડિયાના કેમેરા સામે જણાવ્યું કે, કંગનામાંં હિંમત હોય તો અમદાવાદને મીનિ પાકિસ્તાન કહી બતાવે?

શિવસેનાના સંજય રાઉતનાં નિવેદનને વખોડી નાંખતા ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા

આ બાબતે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કંગના રાનૌત સાથેનાં ઝગડામાં ગુજરાતને અને અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાનાં બદઈરાદાથી સંજય રાઉતે ગુજરાતના અમદાવાદને મીનિ પાકિસ્તાન કહીને ગુજરાતનું ઘોર અપમાન કર્યું છે. તેમેણે ગુજરાતીઓ અને અમદાવાદીઓની માફી માંગવી જોઈએ.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડાં એક કરીને ભારતની એકતા-અખંડીતતાને મજબૂત કરી છે. જૂનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જતું અટકાવી કુનેહ અને શક્તિથી ભારતમાં જ રાખવામાં સફળ થયાં. કાશ્મીરમાં 370 હટાવીને ખરાં અર્થમાં ભારતનું અવિભાજય અંગ બને, તે સ્વપ્નને ગુજરાતથી દિલ્હી જનારા નરેન્દ્ર મોદી અને અમિત શાહે પૂર્ણ કર્યું છે.

ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, શિવસેનાએ ભારતની એકતા-અખંડીતતાનાં ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાતનાં યોગદાનને યાદ રાખવું જોઈએ. શિવસેના કોઈપણ ઘટનાક્રમમાં ઈર્ષા, દ્વેષ અને બદઈરાદાથી ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનાં નેતાઓને ટાર્ગેટ કરીને બદનામ કરવાનું બંધ કરે.

ABOUT THE AUTHOR

...view details