અમદાવાદઃ જૂઠું બોલવું, વારંવાર બોલવું અને મોટેથી બોલવું. આ શબ્દો ભારતના વર્તમાન રાજકારણમાં (Indian Current Politics) પ્રખ્યાત છે, પરંતુ હવે બોલીને ફરી જવું એ પણ વર્તમાન ભારતીય રાજકારણીઓમાં જોવા મળી રહ્યું છે. આ ચીલો ચાતર્યો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (BJP state president CR Patil). પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતની બધી જ સત્તા હાથમાં લેવા મથતા પાટિલ ભાઉએ કેટલાક એવા વક્તવ્યો જાહેર માધ્યમોથી આપ્યા કે, જેનાથી ઊંધું કામ જ ભાજપે (BJP State President CR Patil Wrong Statements) કર્યું છે. ત્યારે આવો જોઈએ તેવા વક્તવ્યો.
એક પણ કૉંગ્રેસીને ભાજપમાં લેવામાં નહીં આવે -જિતુ વાઘાણીનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી. આર. પાટિલ આવ્યા. આવતાંની સાથે જ ફ્રન્ટફૂટ ઉપર બેટિંગ કરતા તેમણે ચૂંટણીઓમાં વિજય મેળવવાનું (Gujarat Assembly Election 2022) શરૂ કર્યું હતું. સંગઠનમાં ફેરફાર કર્યા અને સરકારની સત્તા પણ પાછલા બારણે સંભાળવાની શરૂ કરી.
150થી વધુ બેઠકો મેળવવા પાટિલ ભાઉએ લીધો કૉંગ્રેસના નેતાનો સહારો -પાટિલ ભાઉએ પહેલાં કૉંગ્રેસ પ્રત્યે નફરત ધરાવીને એક પણ કૉંગ્રેસીને ભાજપમાં (BJP welcomes Congress Leaders) લેવામાં આવશે નહીં તેમ માધ્યમો થકી અને જાહેર મંચ પરથી જણાવ્યું હતું. જોકે, તેનાથી ઊલટું કૉંગ્રેસના કાર્યકરો, કૉંગ્રેસના પ્રવક્તા, કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ લેવામાં આવ્યા. કારણ કે, તેઓ જાણી ગયા છે કે, કોંગ્રેસના નેતાઓ વગર તેઓ 150થી વધુ બેઠકો મેળવવાનો ટાર્ગેટ મેળવી શકશે નહીં.
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીમાં ભાજપ લડશે -ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ બનતાં જ તેમણે પોતાનો એક અલગ ચોકો ચીતરવાનો શરૂ કર્યો હતો. તે સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પોતાનો અલગ ચોકો ચીતરીને બેઠા હતા. આ ત્રણેય નેતાઓ વચ્ચે સત્તા અને એકતા જોવા મળતી નહોતી.
રૂપાણી સરકારના રાજીનામાનો લાભ પાટિલ ભાઉને થયો-કોરોના કાળમાં ગુજરાતને અધિકારીઓના ભરોસે છોડી દઈને સરકારે પોતાનું અધઃપતન નોતર્યું હતું. આખરે રૂપાણી સરકારે રાજીનામું (Rupani Government Resignation ) આપવું પડ્યું અને તેનો ફાયદો સી. આર. પાટિલને (BJP state president CR Patil) થયો હતો. હવે પાટિલની કહ્યાગરી સરકાર ગુજરાતમાં છે. તેમ છતાં સ્વતંત્રતા જેવા પર્વે ધ્વજારોહણ કરીને સી. આર. પાટિલ માધ્યમો સમક્ષ બોલી ચૂક્યા હતા કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીમાં લડાશે! જોકે, આ વાત ખોટી સાબિત થઈ છે. વર્ષ 2022 વિશે હજી સુધી તેમણે કોઈ નિવેદન આપ્યું નથી.