- અમદાવાદ શહેરના લોકોમાં આફતને અવસરમાં પલટાવવાની અદભૂત ક્ષમતા છે: સી.આર.પાટીલ
- કોંગ્રેસના સમયમાં બુટલેગરોના નામથી શહેરો પ્રખ્યાત હતા: સી.આર.પાટીલ
- આજે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના છે: સી.આર.પાટીલ
- અમદાવાદ ભાજપના કાર્યકરો 175 કોર્પોરેશનની ચૂંટણીમાં 175 થી વધુ સીટો લાવશે : સી.આર.પાટીલ
આજે ચૂંટણી પરિણામનાં 23 તારીખ જેવો માહોલ : સી.આર.પાટીલ
સભાની શરુઆતમાં કેસરીયો માહોલ જોઈને કાર્યકરોને અભિનંદન આપતા કહ્યું હતું કે, 23 તારીખ હોય તેવો વિજય વિશ્વાસ સંમેલન જેવો માહોલ છે. કોંગ્રેસનાં સમયમાં બુટલેગરોનાં નામથી શહેરો પ્રખ્યાત હતા. આજે ગુજરાત મહાત્મા ગાંધીનું, સરદાર વલ્લભભાઈનું, નરેન્દ્ર મોદીનું અને અમિત શાહના ગુજરાત તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. જામનગરનાં કાર્યકરો સૌથી વધારે ડિપોઝિટ જપ્ત કરવાના સંકલ્પ સાથે કાર્ય કરી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગર સાથે તંદુરસ્ત હરીફાઈ દરેક મહાનગરની રહેશે કે સૌથી વધારે કોંગ્રેસની ડિપોઝિટ ક્યાં જપ્ત થશે ?
કોંગ્રેસના નેતાએ ફરી પોત પ્રકાશ્યુ: સી.આર.પાટીલ
દરિયાપુર તેમજ નિકોલ ખાતેની જનસભામાં સી.આર.પાટીલે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના ચા ના વેપારીઓ વિશે આસામમાં કરેલા વાણીવિલાશ પર નિશાન તાકતા જણાવે છે કે, કોંગ્રેસ અને કોંગ્રેસનાં નેતાઓએ હંમેશા ગુજરાતને બદનામ કરવાનું જ કામ થયું છે. આજે ફરી વખત કોંગ્રેસનાં નેતાએ પોતાનું પોત પ્રકાશ્યું છે. જે રીતે આપણા ગરવી ગુજરાત માટે બેફામ વાણીવિલાસ કર્યો છે તેને ગુજરાતની જનતા ક્યારેય માફ કરશે નહીં. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વખત ગુજરાતની શાણી અને સમજુ પ્રજા કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેશે.
છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપ સાથે: સી.આર.પાટીલ