અમદાવાદઃ એસવીપી હોસ્પિટલના પગાર કાપ મામલે ભારતીય જનતા પાર્ટીએ પણ તેનો વિરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે,એસવીપી હોસ્પિટલ અને તેના સ્ટાફે કોરોનાવાયરસના આ સંક્રમણ સમયમાં સતત ઉત્તમ સેવા પૂરી પાડી છે. ત્યારે આ કર્મીઓનો પગાર કાપ કરીને કોરોનાવોરિયર્સને હતોત્સાહ જોઇએ નહીં. સંબંધિત સત્તાધીશોએ આ કર્મચારીઓના પગાર કરતી એજન્સી સાથે, તરત વાતચીત કરીને આ મુદ્દાનો નિવેડો લાવવો જોઈએ.
SVP હોસ્પિટલ સ્ટાફના પગાર કાપને અયોગ્ય ગણાવતાં ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા - BJP
અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલ તેના બનવાથી લઈને અત્યાર સુધી સતત વિવાદોમાં સપડાયેલી રહી છે. જો કે કોરોના વાયરસના આ સમયગાળા દરમિયાન આ હોસ્પિટલ દ્વારા સતત સારું કામ કરવામાં આવી રહ્યું છે. જેથી તમામ નાગરિકો દ્વારા તેની વાહવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જાણે વિવાદો તેનો પીછો ન છોડતા હોય તેમ આજે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કામ કરતાં સ્ટાફના પગારમાં તેની નિમણૂક કરનાર એજન્સીએ કાપ મૂકતાં હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો.
SVP હોસ્પિટલ સ્ટાફના પગાર કાપને અયોગ્ય ગણાવતાં ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા
ઉલ્લેખનીય છે કે SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફને કોન્ટ્રાક્ટ પર રાખતી કંપનીઓએ માસ્ક અને PPE કીટનો ખર્ચો પણ હોસ્પિટલના સ્ટાફના પગારમાંથી કાપવાનું નક્કી કર્યું છે અને લગભગ ૩૦ ટકા જેટલો પગાર કાપ લાગુ કર્યો છે.