અમદાવાદ : અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક હેડગેવાર ભવન ખાતે સરકાર અને સંઘ વચ્ચે મહત્વની (Ahmedabad Govt Sandh Meeting) સમન્વય બેઠક યોજાઈ રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly 2022) લઈને આ સમન્વય બેઠકનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ અને સંઘ વચ્ચે અવારનવાર બેઠકો જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ બેઠક સામાજિક પરિસ્થિતિ પર વધુ ભાર આપવામાં આવે છે.
Gujarat Assembly 2022 : ચૂંટણીને લઈને 108ની સ્પીડે ભાજપની બેઠકોનો ધમધમાટ આ પણ વાંચો :વડોદરાના અટલાદરામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનાર ભાજપ અગ્રણીના ઘર પર પથ્થરમારો
ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક -સમન્વય બેઠક (BJP Coordination Meeting) પહેલા સંઘના ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખે જણાવ્યું હતું કે, દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો આ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં વિવિધ જૂથના આગેવાનોના આચાર વિચારોની આપ-લે થશે. દર વર્ષે જુન અને નવેમ્બરમાં સમન્વય (BJP Sandh Coordination Meeting) બેઠકમાં થાય છે.
આ પણ વાંચો :ગુજરાતમાં ભાજપની નિયત જ નથી સારી સરકારી સ્કૂલ બનાવવાનીઃ મનીષ સિસોદિયા
ગુજરાતની સામાજિક પરિસ્થિતિ પર ચર્ચા -મળતી માહિતી મુજબસંઘના હોદ્દેદારો અને સંઘ સાથે (BJP Meeting at Hedgewar Bhavan) જોડાયેલા અન્ય ભગિની સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત છે. રાજ્યની રાજકીય સામાજિક પરિસ્થિતિના મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા થઈ છે. આ સમન્વય બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, નાણાં પ્રધાન કનુ દેસાઈ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના (BJP Meeting in Ahmedabad) આગેવાનો ઉપસ્થિત રહેશે.