ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજ માટે ભાજપ કોર્ટમાં જવા તૈયાર - Attempt to Mislead OBC Community

છેલ્લા બે દિવસથી ગ્રામપંચાયતની ચૂંટણીમાં બક્ષીપંચ સમાજ OBC(Bakshipanch Samaj OBC) માટે રાખેલી અનામત સીટ હાલમાં બાકી રહેલી પંચાયતની ચૂંટણીમાં અનામત રહેશે નહી. તે વિષયની ચર્ચા ચાલી રહેલી છે. જેમાં ભાજપનું માનવું છે કે, OBC સમાજ વગર ભાજપનો ચૂંટણી(Gujarat Assembly Election 2022) માટે કોઈ રાજનૈતિક મુદ્દો કે વિષય નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજ માટે ભાજપ કોર્ટમાં જવા તૈયાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજ માટે ભાજપ કોર્ટમાં જવા તૈયાર

By

Published : Jul 6, 2022, 8:37 PM IST

અમદાવાદ:ગુજરાત રાજય ચૂંટણી આયોગે તારીખ 10 મે 2022ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી ઉતાવળે પુરી સમીક્ષા કર્યા વગર રાજયમાં બાકી રહેલ 3252 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે. આ ચૂંટણીમાં ચૂંટણી આયોગના મત મુજબ OBC બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તન કરવા અંગે સૂચન કરેલું છે.

મ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં સામાન્ય સીટ ઉપર પણ 10 ટકા OBC ઉમેદવારો નિશ્ચિત રીતે ઉભા રાખશે અને OBCના અનામતને કોઈ પણ પ્રકારનું નુકશાન ભારતીય જનતા પાર્ટી કરશે નહી.

આ પણ વાંચો:હવે ગ્રામ પંચાયતની 3,252 બેઠકો પર નહીં રહે OBC અનામત, આ રહ્યું મોટું કારણ

OBC સમાજ ચૂંટણીઓમાં અનામતની ચિંતા ના કરે, ભાજપ -ગુજરાત રાજય OBC અનામત માટે પ્રતિબદ્ધ છે. રાજ્યના પંચાયત કાયદામાં જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત માટે (કલમ 9, 10 અને 11) 10 ટકા અનામતની સ્પષ્ટ જોગવાઈ કરેલી છે. રાજય ચૂંટણી આયોગ એ સ્વતંત્ર સંસ્થા છે. તેમના નિર્ણય મુજબ OBC અનામત કાઢીને સામાન્ય બેઠકો કરે તેનાથી ભારતીય જનતા પાર્ટીની OBC અનામત અંગેની પ્રતિબદ્ધતામાં કોઈ ફેર પડતો નથી.

BJPમાં OBCના સમાજ વગર કોઈ ચૂંટણીની યોજના નથી -ભાજપ પ્રદેશ પ્રવક્તા(BJP state spokesperson) ભરત ડાંગરે જણાવ્યું હતું કે, જન કલ્યાણ યોજનાનો લાભ(Benefit of Jan Kalyan Yojana) બધા સમાજ સુધી પહોંચ્યો છે. જેને કારણે કોંગ્રેસ પાર્ટીના પેટમાં તેલ રેડાય છે. છાસ વારે કોંગ્રેસ સમાજ અલગ અલગ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ( Misleading Communities by Congress) કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે વર્તમાનમાં કોંગ્રેસ પાર્ટ્ટી દ્વારા OBC સમાજને આ ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ(Attempt to Mislead OBC Community) થયો છે એ નિંદનીય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં OBC સમાજના અનામત વગર કોઈ ચૂંટણી(Gujarat Assembly Election 2022) કરવાની યોજના કે વિષય નથી.

આ પણ વાંચો:Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે

ભાજપ જરૂર પડે કોર્ટના દ્વાર ખખડાવશે -ભારતીય જનતા પાર્ટી OBCના હક્કો(OBC Community Rights) માટે અને અનામત માટે સંપૂર્ણં પ્રતિબદ્ધ છે. આ માટે આવશક્યતા લાગે તો કાનૂની સહારો લેશે. આ સિવાય પણ તમામ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં સામાન્ય સીટ ઉપર પણ 10 ટકા OBC ઉમેદવારો નિશ્ચિત રીતે ઉભા રાખશે અને OBCના અનામતને કોઈ પણ પ્રકારનું નુકશાન ભારતીય જનતા પાર્ટી કરશે નહી.

ABOUT THE AUTHOR

...view details