- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ થઈ હિંસા
- અમદાવાદમાં ભાજપ દ્વારા કરવામાં આવ્યો વિરોધ
- હિંસા મામલે કડક કાર્યવાહી કરવા કરાઈ માગ
અમદાવાદઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ હતી. જેનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ભાજપે આ મામલે વિરોધ કર્યો હતો. આ હિંસા મામલે કડક કાર્યવાહી કરવા ભાજપ દ્વારા માગ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા મામલે અમદાવાદમાં ભાજપે કર્યો વિરોધ આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પીડિત પરિવારોને મળ્યા
સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
સાંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું કે, ભાજપ સાથેનો અત્યાચાર અમે નહી ચલાવીએ. કોરોના મહામારીમાં અમે ચુસ્ત પાલન સાથે વિરોધ કરી રહ્યા છીએ. મમતા બેનર્જીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. આ ઉપરાંત યોગ્ય કાર્યવાહી કરવા અને જે ગુનેગાર છે તેમની સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા મામલે અમદાવાદમાં ભાજપે કર્યો વિરોધ આ પણ વાંચોઃ વિરમગામ ભાજપ દ્વારા બંગાળમાં BJP કાર્યકર્તાઓ પર થયેલા હુમલાનો વિરોધ કરાયો
પોલીસ પરવાનગી મેળવી વિરોધ કરવામાં આવ્યો
કોરોના મહામરીના કારણે થોડાક કાર્યકર્તાઓને સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મમતા કે રાજ મેં હો રહા હે હત્યાકાંડ, મમતા તેરી જેહાદી ખૂની ખેલ નહી સહેગા હિન્દુસ્તાન જેવા પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. ભાજપ દ્વારા પોલીસ પરવાનગી મેળવી વિરોધ કરવામાં આવ્યો હતો.