અમદાવાદઃગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે (Gujarat Assembly Elections 2022) પ્રદેશ ભાજપ (Gujarat BJP ) એક બાદ એક પોતાની મહત્ત્વની કમિટીઓની જાહેરાત કરી રહ્યું છે. જેમાં આર્થિક વ્યવસ્થાપન કમિટી, પ્રદેશ ભાજપની કોર કમિટી, ઉપરાંત ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી લઈને તેને આખરી ઓપ આપતી ચૂંટણી સમિતિની જાહેરાત પણ આજરોજ પ્રદેશ ભાજપ દ્વારા કરાઈ છે. આ કમિટીમાં 14 સભ્યોનો સમાવેશ કરાયો છે.
જૂના જોગીઓ નક્કી કરશે કોને આપવી ટિકીટ
આ 14 સભ્યોની કમિટીમાં (Bjp Parliamentary Board Announced) જૂના જોગીઓનો સમાવેશ કરાયો છે. જેઓ પોતાના અનુભવથી આગામી ચૂંટણીઓમાં (Gujarat Assembly Elections 2022) ટિકીટ વિતરણ કરશે. આ સમિતિમાં ભાજપ પ્રદેશ (Gujarat BJP ) અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજયના પૂર્વ કૃષિપ્રધાન આર.સી.ફળદુ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જસવંત ભાભોર, રાજેશ ચૂડાસમા, કાનાજી ઠાકોર, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકા સરડવા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીનો સમાવેશ કરાયો છે.