અમદાવાદ: જીતુ વઘાણીએ ગુજરાતની જનતાને કોરોના વાઇરસ સામેની આ ઐતિહાસિક લડાઈમાં સરકાર અને વહીવટી તંત્રને સાથ આપવા આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં ઘરે બેઠા બેઠા દેશભક્તિ નિભાવવાનો પહેલી વાર મોકો મળ્યો છે . આપણે સૌ સરકારનો સાથ આપીને કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને હરાવીએ.
ભાજપ હોદ્દેદારો એક મહિનાનો પગાર કોરોના ફંડમાં આપશે - કોરોનાા વાઇરસ
જીતુ વાઘાણીએ ગુજરાત સરકારના બોર્ડ નિગમોના ચેરમેનો, વાઇસ ચેરમેનો તેમજ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓના મેયર સહિતના ભાજપાના તમામ નગરસેવકો, શિક્ષણ સમિતિઓના તમામ સભ્યો તથા ટ્રાન્સપોર્ટ સમિતિઓના તમામ સભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોના વાઇરસ સામેની લડતમાં સહાય કરવા માટે રચિત મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે તેવી જાહેરાત કરી છે.
જીતુ વાઘાણીએ ગુજરાત સરકારના બોર્ડ નિગમોના ચેરમેનો, વાઇસ ચેરમેનો તેમજ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓના મેયર સહિતના ભાજપાના તમામ નગરસેવકો, શિક્ષણ સમિતિઓના તમામ સભ્યો તથા ટ્રાન્સપોર્ટ સમિતિઓના તમામ સભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોના વાયરસ સામેની લડતમાં સહાય કરવા માટે રચિત મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે તેવી જાહેરાત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સાથે સંકળાયેલા એક કરોડ જેટલા કાર્યકરો તેમની આસપાસના નિરાધાર લોકોને આ લોકડાઉન દરમિયાન ટિફિન સેવા પણ પુરી પાડશે.