ગુજરાત

gujarat

ETV Bharat / city

National BJP OBC Front : 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે 1 વર્ષમાં 28 રાજ્યોમાં OBC મોરચાની રચના કરી

કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભાજપના ઓબીસી મોરચાની ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારી (National Executive of BJP's OBC Front in Statue of Unity) યોજાશે, જેમાં આગામી સમયમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અંગે ઓબીસી મોરચાની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારે ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેલંગાણાના કે. લક્ષ્મણ (BJP's OBC front national president K. Lakshman) ગુજરાતના પ્રવાસે (K. Lakshman Gujarat visit) આવ્યા છે.

BJP OBC Front National Executeve: 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે 1 વર્ષમાં 28 રાજ્યોમાં OBC મોરચાની રચના કરી
BJP OBC Front National Executeve: 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે 1 વર્ષમાં 28 રાજ્યોમાં OBC મોરચાની રચના કરી

By

Published : Dec 4, 2021, 1:56 PM IST

  • કેવડીયામાં ભાજપના OBC મોરચાની ત્રિ-દિવસીય રાષ્ટ્રીયકાર્યકારિણી
  • ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રિય અધ્યક્ષ ગુજરાતમાં
  • ચૂંટણીઓમાં ઓબીસી મોર્ચાનો મહત્ત્વનો ભાગ

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં (National Executive of BJP's OBC Front in Statue of Unity ) ભાજપના ઓબીસી મોરચાની ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારી યોજાશે. ત્યારે ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેલંગાણાના કે. લક્ષ્મણ ગુજરાતના પ્રવાસે (BJP's OBC front national president K. Lakshman) આવ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તો આ રાષ્ટ્રીય કારોબારીમાં આગામી સમયમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (OBC Morcha for Assembly Elections ) અંગે ઓબીસી મોરચાની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.

કેવડીયામાં ભાજપના OBC મોરચાની ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી

ભાજપના કાર્યકર્તાઓએ OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કર્યું

ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાગ લેવા ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા તેલંગાણાના કે. લક્ષ્મણ ગુજરાત (K. Lakshman Gujarat visit) આવ્યા છે. તેમનું ભાજપના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. તેઓ દક્ષિણ ભારતમાં ભાજપના સંયોજક સહિતના અનેક પદ પર રહી ચૂક્યા છે. ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ પણ આ બેઠકમાં હાજર રહેશે.

હૈદરાબાદને ભારતમાં ભેળવનારા સરદાર પટેલ જ હતા

કે. લક્ષ્મણે જણાવ્યું હતું કે, તેઓ તેલંગાણાના (Karnataka BJP K. Lakshman) છે. આઝાદી બાદ હૈદરાબાદ, જમ્મુ-કાશ્મીર અને જૂનાગઢને ભારતમાં ભેળવનારા સરદાર પટેલ હતા. ભારતમાં 50 ટકા કરતા વધુ વસ્તી ઓબીસી સમાજની છે. ભાજપે છેલ્લા એક વર્ષમાં 28 રાજ્યોમાં ઓબીસી મોરચાનું ગઠન કર્યું છે, જે 750 જેટલા જિલ્લાઓમાં અને 10 હજાર જેટલા મંડળ કક્ષાએ ઉપસ્થિત છે.

આ પણ વાંચો-BJP OBC National Executive Meeting : મોદી સરકારે ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે

દક્ષિણના રાજ્યોમાં ભાજપ સફળ કેમ નહીં?

કે. લક્ષ્મણે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં ભાજપ સફળ રહી છે, પરંતુ દક્ષિણના રાજ્યોમાં પરિવારવાદ છે. તેઓ સત્તા પરિવાર સુધી જ મર્યાદિત રાખે છે. રાજનીતિમાં સ્થાનિક પાર્ટીઓ બ્લેકમનીનો ઉપયોગ કરે છે. તેના જોરે તેઓ સત્તા મેળવે છે, પરંતુ વડાપ્રધાન સ્થાનિક કક્ષાએથી ઉપર ઉઠી દેશ વિશે વિચારે છે.

આ પણ વાંચો-Manjinder Singh Sirsa Joins BJP: મનજિંદર સિંહ સિરસા ભાજપમાં સામેલ, DSGMC અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

શું OBCને વધુ આરાક્ષણની જરૂર?

પછાત જાતિઓને તેમના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ અપાયું છે, પરંતુ ઓબીસી સમાજ દેશમાં 50 ટકા કરતા વધુ હોવા છતાં તેમને 27 ટકા અનામત જ મળે છે. આ અંગે બોલતા કે. લક્ષ્મણે જણાવ્યું હતું કે, તે નિર્ણય મંડલ આયોગ અને સુપ્રીમ કોર્ટનો છે. ઓબીસી સમાજના ક્રિમિલેયર લોકોને અનામત આપવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details