ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે - ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતી મુલાકાતે છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમનું સ્વાગત કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં હતાં.

ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે
ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે

By

Published : Sep 17, 2021, 7:31 PM IST

● ભાજપના રાષ્ટ્રીય યુવા મોર્ચા અધ્યક્ષ અને બેંગ્લોરના સાંસદ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે

● તેજસ્વી સૂર્યાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

● તેજસ્વી સૂર્યાએ અમદાવાદ ખાતે યુવા સંવાદ યોજ્યો

કર્ણાવતી કલબ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ

અમદાવાદઃ તેજસ્વી સૂર્યાએ અમદાવાદમાં કર્ણાવતી કલબ ખાતે યુવાઓ સાથે યુવા સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે કરેલા કાર્યોની યુવા દ્રષ્ટિએ માહિતી આપી હતી. સાથે જ રમત-ગમત, રોજગાર, એજ્યુકેશન જેવા યુવાઓને લગતા પ્રશ્નો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં યુવા મોરચા દ્વારા કરેલા કાર્યોના પ્રદર્શનને તેમણે ખુલ્લું મૂકયું હતું.

અમદાવાદ એરપોર્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત

હર્ષ સંઘવીની પણ મુલાકાત લીધી

તેજસ્વી સૂર્યાએ ગુજરાત ભાજપ યુવા મોરચાના બ્લડ ડોનેશન કેમ્પ, વેક્સિનેશન કેમ્પ, સરકારી યોજનાઓના પ્રચાર જેવા કાર્યોને બિરદાવ્યા હતા. તાજેતરમાં જ ગુજરાતના નવા ગૃહપ્રધાન તરીકે યુવાન એવા હર્ષ સંઘવીની નિયુક્તિ કરાઇ છે. જેમની સાથે તેજસ્વી સૂર્યાએ મુલાકાત કરી હતી.

વડાપ્રધાનના વતનની મુલાકાત

તેજસ્વી સૂર્યાએ નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને અહીં વડાપ્રધાને ગાળેલા જીવન સંસ્મરણો અને તે સંલગ્ન અન્ય જગ્યાઓની પણ તેમણે મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ બેંગલુરુમાં હોસ્પિટલમાં બેડ આપવા નગરપાલિકાના અધિકારીઓ લાંચ લે છેઃ BJP સાંસદ

આ પણ વાંચોઃ વડાપ્રધાનના જન્મ દિવસે 2 કરોડ વેક્સિનનો ટાર્ગેટ અને કોવિન એપ પર શરૂ કરાયેલા લાઈવ ટ્રેકર મામલે રાજકારણ ગરમાયું

ABOUT THE AUTHOR

...view details